માવઠામાં નુકસાનીને લઇ કૃષિમંત્રી રાઘવજી પટેલનું મોટું એલાન
કપાસ, તુવેર અને એરંડા મોટું નુકસાન થયું છે, 112 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ થયો: કૃષિમંત્રી રાઘવજી પટેલે પત્રકાર પરિષદમાં માહિતી આપી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યમાં માવઠામાં નુકસાનીને લઈને કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે સરવે થયા બાદ ખેડૂતોને સહાય આપવામાં આવશે. સરકાર દ્વારા સરવે કરવાની સૂચના આપી દેવામાં આવી છે. સરકાર ખુલ્લા મનથી ખેડૂતોને મદદરૂપ થશે. તેમણે કહ્યું કે જઉછઋ નિયમ પ્રમાણે 2 હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ 6800 રૂપિયાની સહાય આપવામાં આવશે. સરવે થયા બાદ જે વિગતો સામે આવશે તે પ્રમાણે સહાય ચૂકવવામાં આવશે. મહત્વનું છે કે જિલ્લાવાર આજથી સરવેની કામગીરી શરૂ કરવામાં આવશે. 33 ટકા થી વધુ નુકસાન હશે તો જ સહાય મળવા પાત્ર થશે. તાત્કાલિક અસરથી સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે.
કૃષિમંત્રી રાઘવજી પટેલએ પત્રકાર પરિષદ યોજી જણાવ્યું કે, 2 દિવસમાં 236 તાલુકામાં વરસાદ થયો છે. 112 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ થયો છે. 34 તાલુકામાં 2 ઇંચથી વધુ નોંધાયો જ્યારે 6 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ થયો છે. કપાસ, તુવેર અને એરંડાને નુકસાન સામે આવ્યું છે. કપાસમાં મુખ્ય ફાલ વિણાઈ ગયો છે અને છેલ્લી વીણમાં નુકસાન સામે આવ્યું છે. કપાસ, તુવેર અને એરંડાને નુકસાન સામે આવ્યું છે. વધુમાં કહ્યું કે, 2 લાખ હેક્ટરમાં તુવેરનું વાવેતર છે તેમજ 86 લાખ હેકટરમાં વાવેતર થયું હતું. કપાસ,તુવેર અને એરંડા મોટું નુકસાન થયું છે. દિવેલાના પાકમાં મોટા ભાગે કાપણી થઈ ગઈ હતી. કપાસ,એરંડા અને તુવેરમાં 20 થી 25 લાખ હેકટરમાં વાવેતર થયું હતું. મોટા ભાગનો પાક ખેડૂતોએ લઈ લીધો હતો. ત્રણ થી ચાર લાખ હેકટરમાં નુકશાન થયું છે