મોરબીમાં ‘વિકાસ સપ્તાહ’ અંતર્ગત યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ યોજાયો
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.9
‘વિકાસ સપ્તાહ’ની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકારના શ્રમ અને કૌશલ્ય વિકાસ વિભાગ હેઠળ કાર્યરત મોરબી રોજગાર અને વિનિમય કચેરી દ્વારા જિલ્લા કક્ષાના યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. પંચમુખી હનુમાનજી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં 680 જેટલા યુવાઓને ’રોજગાર પત્ર’ અને ’એપ્રેન્ટિસ પત્ર’ એનાયત કરવામાં આવ્યા હતા. આ સાથે આઇટીઆઇના તાલીમાર્થીઓને પ્રોવિઝનલ ઓફર લેટર (ઙઘક) અને ઉદ્યોગો સાથે આઇટીઆઇના અપગ્રેડેશન માટે ખઘઞ પણ કરવામાં આવ્યા હતા.
- Advertisement -
જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને આયોજિત આ કાર્યક્રમમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત રાજ્યની અસરકારક ઔદ્યોગિક નીતિના કારણે રાજ્ય વિદેશી રોકાણકારોની પ્રથમ પસંદગી બન્યું હોવાનું જણાવ્યું હતું. તેમણે યુવાનોને રોજગાર અને કારકિર્દીલક્ષી માહિતી પૂરી પાડવામાં રોજગાર કચેરીના યોગદાનની સરાહના કરી હતી અને સરકારના અનુબંધમ પોર્ટલ વિશે માહિતી આપી હતી.
મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ યુવાનોને ઈંઅજ અને ઈંઙજ બનવા માટે મહેનત કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે યુવાનોને લક્ષ્ય નિર્ધારિત કરી આગળ વધવા અને સતત સ્વમૂલ્યાંકન કરીને વિકાસના માર્ગે પ્રયાણ કરવા માટે પ્રેર્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત સર્વે મહાનુભાવોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા ઇનચાર્જ કલેક્ટર એસ. જે. ખાચર, રાધ અધિકારી સુશીલભાઈ પરમાર, જિલ્લા રોજગાર અધિકારી મનિષાબેન સાવનિયા સહિતના અધિકારીઓ અને મોટી સંખ્યામાં યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા.



