ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ આયોજીત મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સીટી ભાવનગર પ્રાયોજીત ભાઈઓ માટે ખડક ચઢાણ બેઝિક કોર્સ જૂનાગઢ ખાતે યોજાયો હતો. જેમાં યુનિવર્સીટીના 60 ભાઈઓ તથા ત્રણ જીલ્લાના 4 ભાઈઓ સહીત કુલ 64 જેટલા ભાઈઓએ તાલીમ લીધી હતી.
આ શિબિર ભાવનગર યુનિવર્સીટીના કુલપતિ ડો.એમ એમ ત્રિવેદી તથા શારીરિક શિક્ષણ નિયામક દિલીપ સિંહના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી આ ખડક ચઢાણ બેઝિક કોર્સમાં બારૈયા કલ્પેશભાઈ, બારૈયા નીલેશભાઈ, ભીલ સંદીપભાઈ, મકવાણા કિશોર, મકવાણા નીતિન, ઢાભી કલ્પેશ, વેગડ રાજદીપ ભાવનગર,માનદ ઇન્સ્ટ્રક્ટર તરીકે સેવા આપી હતા. તથા પ્રો.રાજેન્દ્રસિંહ ગોહિલ શામળદાસ કોલેજ ટીમ મેનેજર તરીકે સેવા આપી હતી.
પંડિત દીનદયાળ પર્વતારોહણ કેન્દ્ર ખાતે 64 યુવાને સાહસિક ખડક ચઢાણની તાલીમ પૂર્ણ કરી
