પોલીસે દારૂ, વાહન સહિત 54 લાખની મતા સાથે એકને દબોચી લીધો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.18
- Advertisement -
દેશભરમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ત્યારે દારૂ અને પૈસાની લેવડ દેવડ ઉપર તંત્ર ખાસ વોચ રાખતું હોય છે ત્યારે પહેલેથી જ એલર્ટ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે પાણશિણા ચેક પોસ્ટ પાસે જ દરોડો પાડી ચોટીલા જતો 29.22 લાખનો દારૂ ભરેલું ટેન્કર ઝડપી લઈ એક શખસની ધરપકડ કરી 54 લાખનો મુદામાલ કબજે કરી ચાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
સ્ટેટ મોનીટરીંગ સેલના ડીવાયએસપી કે ટી કામળીયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ વી પટેલ અને ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન મળેલી બાતમી આધારે સુરેન્દ્રનગર જિલ્લાના પાણશિણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાણશિણા ચેકપોસ્ટથી 200 મીટર આગળ લીંબડી તરફ જતાં રોડ ઉપર વોચ ગોઠવો ૠઉં 02 ણ 8232 નંબરનું ટેન્કર અટકાવી જડતી લેતા તેમાંથી જુદી જુદી બ્રાન્ડનો 29,22,960 રૂપિયાનો 6314 બોટલ દારૂ મળી આવતા દારૂ, ટેન્કર, એક મોબાઈલ, રોકડ સહિત 54,35,910નો દારૂ કબજે કરી રાજસ્થાનના સાંચોરના હનુમાનરામ મોહબતરામ બિસનોઈની ધરપકડ કરી હતી તેણી પૂછતાછમાં પંજાબથી આસિદ સરદારજી નામના શખસએ દારૂનો જથ્થો મોકલ્યો હતો તેમજ ભટીંડાનો શખસ આ દારૂ ભરેલું ટેન્કર આપી ગયો હતો જેથી તે બંને ઉપરાંત ટેન્કરનો માલિક અને ચોટીલા જ્યાં દારૂ ઉતારવાનો હતો તે ચોટીલામાં દારૂ મંગાવનાર શખસ સહિત પાંચેય સામે ગુનો નોંધો ચારની શોધખોળ હાથ ધરી છે.