ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
દુનિયામાં સૌથી વધુ વેચાતાં એરબસ અ320 સિરીઝનાં એરક્રાફ્ટ પર તીવ્ર સોલર રેડિયેશનનો ખતરો મંડરાઈ રહ્યો છે, જે એરક્રાફ્ટના જરૂરી ડેટાને ખરાબ કરી શકે છે, જેનાથી ફ્લાઇટ કંટ્રોલ પર અસર પડી શકે છે.
- Advertisement -
આનાથી બચવા માટે એરબસે તમામ એરલાઇન કંપનીઓને તેમના કાફલામાં સામેલ અ320 સિરીઝનાં વિમાનોનાં સોફ્ટવેર અપડેટ કરવાના નિર્દેશ આપ્યા છે. આને કારણે ભારત સહિત દુનિયાભરમાં 6,000 વિમાનોના ઓપરેશન પર અસર પડી શકે છે. સેંકડો વિમાનો મોડાં ઊડવાની કે ફ્લાઇટ્સ કેન્સલ થવાની શક્યતા છે.
ભારતમાં ઇન્ડિગો અને એર ઇન્ડિયા ગ્રુપ પાસે લગભગ 560 અ320 સિરીઝનાં વિમાન છે. એેમાંથી 200-250 વિમાનોને સોફ્ટવેર અપગ્રેડની જરૂર પડશે. સોફ્ટવેર અપગ્રેડ ન થાય ત્યાં સુધી આ એરક્રાફ્ટ ઉડાન ભરી શકશે નહીં.
યુરોપિયન યુનિયન એવિએશન સેફ્ટી એજન્સી (ઊઅજઅ)એ જણાવ્યું હતું કે એરબસે એરલાઇન ઓપરેટરોને તેમના એરક્રાફ્ટમાં એક સર્વિસેબલ એલિવેટર એલેરોન કોમ્પ્યુટર (ઊકઅઈ) લગાવવા જણાવ્યું છે. સામાન્ય રીતે ઊકઅઈ ફ્લાઇટ કંટ્રોલ માટે હોય છે.
- Advertisement -
સોફ્ટવેર અપડેટનું કામ 2-3 દિવસમાં પૂરું થવાની અપેક્ષા છે. આ પછી તમામ એરક્રાફ્ટ 2 ડિસેમ્બર સુધીમાં ઉડાન ભરી શકશે.
અ320 ફેમિલીના વિમાનોની ખાસિયતો જોઈએ તો, ફ્લાય બાય વાયર ટેકનોલોજી, અ320ની સૌથી ખાસ ટેકનોલોજી છે. એમાં પાઇલટના કંટ્રોલ ઇલેક્ટ્રોનિક સિગ્નલ દ્વારા કામ કરે છે.
મોડર્ન ગ્લાસ કોકપિટ છે. ડિજિટલ ડિસ્પ્લે હોય છે. ઓટો-પાઇલટ સિસ્ટમ, ઓછો ઇંધણ ખર્ચ થાય છે, એટલે કે ઇજ્ઞયશક્ષલ 737ની સરખામણીમાં વધુ ફ્યૂઅલ-એફિશિયન્ટ માનવામાં આવે છે.
એમાં આરામદાયક કેબિન હોય છે. દરેક લાઈનમાં 6 સીટ હોય છે, વધુ લેગરૂમ હોય છે, જોકે આ એરલાઈન પર નિર્ભર હોય છે.
સોલર રેડિયેશનની પ્લેન પર શું અસર થશે?
અ320 ફેમિલી દુનિયાની સૌથી વધુ ઉપયોગમાં લેવાતી સિંગલ-આઇલ પ્લેન ફેમિલી છે. હજારો વિમાનો આ શ્રેણીનાં છે. એરબસે સંકટ ચેતવણી (અહયિિં ઘાયફિજ્ઞિંતિ ઝફિક્ષતળશતતશજ્ઞક્ષ, અઘઝ) જારી કરી છે અને ઘણાં વિમાનોમાં સોફ્ટવેર અપડેટ ઉપરાંત જ્યાં જરૂર હોય ત્યાં હાર્ડવેર પ્રોટેક્શન લાગુ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ અઘઝ યુરોપિયન યુનિયન એવિએશન સેફ્ટી એજન્સી (ઊઅજઅ)ના ઇમર્જન્સી એરવર્થિનેસ ડાયરેક્ટિવમાં દેખાશે. જો સોલર રેડિયેશનથી ફ્લાઇટ-કંટ્રોલ ડેટા ગડબડાઈ જાય તો ઊંચાઈ, દિશા, કંટ્રોલ જેવી અત્યંત મહત્ત્વપૂર્ણ માહિતી ખોટી થઈ શકે છે. આનાથી વિમાન સંચાલનમાં જોખમ થઈ શકે છે.



