ખાસ-ખબર સંવાદદાતા
જુનાગઢ જિલ્લામાં મતદાનના દિવસે મતદારો ભયમુક્ત મતદાન કરી શકે તે માટે જિલ્લાની 5 બેઠકો ઉપર રેન્જ ડીઆઈજી મયંકસિંહ ચાવડા, એસપી રવિ તેજા વાસમ શેટીના માર્ગદર્શન નીચે દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ, ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી સહિતનાઓનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ અંગે જુનાગઢ એસપી રવિ તેજા વાસમ શેટીના જણાવ્યા મુજબ મતદાનના દિવસે પાંચેય વિધાનસભા બેઠકમાં આશરે 6000 પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. જેમાં 200 પોલીસ જવાનો અધિકારીઓ 2000 જીઆરડી જવાન સંવેદનશીલ, અતિ સંવેદનશીલ મતદાન મથકો સહિત અન્ય બુથોમાં સીઆરપીએફ, પેરા મીલ્ટ્રી ફોર્સની 26 કંપની જેમાં એક કંપનીમાં 26નો સ્ટાફ હોય છે. જીલ્લાની 20 ચેકપોસ્ટ ઉપર રાઉન્ડ ધક્લોક ત્રણ શિફટમાં પોલીસની બાજનજર રાખવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 40 શખ્સોને પાસા તળે મુકવામાં આવેલ દરખાસ્તમાં 25 મંજૂર થઇ છે. 70ને તડીપાર કર્યા છે. 6000 શખ્સો સામે અટકાયતી પગલા લેવાયા છે. અને બેન્ક ગાર્ડને બાદકરતા તમામ હથિયાર ચેક કરાયા છે. જિલ્લામાં કુલ 1347 મતદાન મથકો પૈકી 336 સંવેદનશીલ 178 અતિ સંવેદનશીલ તેના પર ખાસ નજર રખાશે.