ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.22
મહાનગર પાલિકા દ્વારા શહેરમાં ડેગ્યુ સર્વેલન્સ માટે 60 ટીમોને કાર્યરત કરાઇ છે આ ટીમોએ 1 જુલાઇથી કામગીરી શરૂ કરી છે અને 31 જુલાઇ સુધીમાં 74,000 ઘરોમાં સર્વેલન્સ કરવાનું લક્ષ્યાંક રખાયું છે. ચોખ્ખા પરંતુ બંધિયાર પાણીમાં ઉત્પન્ન થતા માદા મચ્છરોના દિવસે કરડવાથી તંદુરસ્ત વ્યક્તિને ડેન્ગયુ, ચિકનગુનિયા રોગ થાય છે માટે ચોમાસાની ઋતુમાં વરસાદી પાણીના ભરાવાથી તેમાં મચ્છર ઉત્પન્ન થાય છે માટે ભરાયેલા પાણીનો નિકાલ કરવામાં આવેતો મચ્છર તેમાં ઇંડા મુકી શકતા નથી જેથી ડેંગ્યુ, ચિકનગુનિયા જેવા રોગથી સ્વયંભૂ બચી શકાય છે.
ડેંન્ગયુ ચિકનગુનિયા રોગથી ગભરાવવાની કે દહેશત ફેલાવાની જરૂર નથી. આ તાવના લક્ષણ જણાયે તુરત નજીકના આરોગ્ય કેન્દ્રમાં, સામુહિક આરોગ્ય કેન્દ્ર, સરકારી હોસ્પિટલો કે આરોગ્ય કાર્યકરનો સંપર્ક કરી લેબોરેટરીમાં પરીક્ષણ કરી સારવાર મેળવવી જોઇએ.
વરસાદી પાણી ભરાઇ રહે તેવા નાના મોટા પાત્રોનો નિકાલ કરવો, અઠવાડીયામાં એક વાર અગાશી પર ભરાયેલા પાણીનો નિકાલ કરવો, વરસાદનું પાણી ભરાય તેવો ભંગાર કે, ટાયરનો નિકાલ કરવો, ઘરમાં મચ્છર વિરોધી ઇલેકટ્રીક ઉપકરણો દિવસ, રાત શરૂ રાખવા, બારીમાં કચ્છર પ્રુફ જાળી મુકવી,આખુ શરીર ઢંકાઇ તેવા કપડા પહેરવા, નાના બાળકો સગર્ભાને મચ્છરદાનીમાં સુવાવવાનું આગ્રહ રાખવુ જરૂરી છે.



