થર્ટીફર્સ્ટ પહેલાં અમરેલીમાં જખઈનો સપાટો
દારૂનું કટિંગ કરી વિતરણ થાય તે પહેલાં જ SMC ત્રાટકી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના નાના વિસાવદર ગામ નજીક ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ (જખઈ) એ મોડી રાત્રે દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ રૂ. 1.04 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
જખઈ ટીમે ટ્રક અને અન્ય વાહનો દ્વારા દારૂનું કટિંગ ચાલી રહ્યું હતું ત્યારે રેડ કરી હતી, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી. સ્થળ પરથી 12,726 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. 59,64,390 છે. આ ઉપરાંત, મહિન્દ્રા પીકઅપ (ૠઉં 32ઝ2199, ૠઉં10ઝટ9512), ટ્રક (ૠઉં03ઇણ0181) અને એક બાઇક સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
આ દરોડા દરમિયાન ગારીયાધારના તનવીર નસીરહુસેન નામના એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. જોકે, મુસીમ તેલી, સોહેલ સૈયદ સહિત વાહન માલિકો, ડ્રાઇવરો અને અન્ય અજાણ્યા માણસો મળી કુલ 16 આરોપીઓ ફરાર થવામાં સફળ રહ્યા હતા. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે. જપ્ત કરાયેલો કુલ રૂ. 1,04,69,390 નો મુદ્દામાલ ખાંભા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
31 ડિસેમ્બર નજીક હોવાથી બુટલેગરો સૌરાષ્ટ્રમાં દારૂ ઘુસાડવા સક્રિય બન્યા છે ત્યારે આ મોટો જથ્થો ઝડપાયો છે. આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કયા જિલ્લાઓ, શહેરો કે ગામડાઓમાં પહોંચાડવાનો હતો તે અંગે તપાસ ચાલી રહી છે.
સ્ટેટ મોનિટરિંગ સેલના આ દરોડાથી ખાંભા પોલીસમાં સન્નાટો વ્યાપી ગયો છે. સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાતા અનેક સવાલો ઉભા થયા છે. આગામી દિવસોમાં પોલીસ ઉચ્ચ કક્ષાએથી કાર્યવાહી થવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, આશરે 15 દિવસ પહેલા પણ બાબરા પંથકમાંથી દારૂ ભરેલું એક ક્ધટેનર જખઈ ટીમે દરોડો પાડી ઝડપી પાડ્યું હતું.



