ખાસ-ખબર ન્યૂઝ વલસાડ, તા.16
સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠા બાદ દક્ષિણ ગુજરાતના દરિયકાંઠેથી બિનવારસી હાલતમાં ડ્રગ્સ મળવાનો સિલસિલો શરૂ થયો છે. સોમવારે વલસાડના ઉદવાડાના દરિયાકાંઠેથી ચરસના 10 પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા બાદ ગઇકાલે વલસાડ અને સુરતના દરિયાકાંઠેથી ચરસના વધુ પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા. તો આજે નવસારી જિલ્લાના દરિયા કિનારા ઉપર પણ ડ્રગ્સનો જથ્થો મળી આવતા જિલ્લા પોલીસ દોડતી થઈ છે. એક પેકેટમાં 1180 ગ્રામ જેટલા જ્થ્થા સાથે કુલ 50 પેકેટ મળી આવતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. તો સુરતના દરિયા કિનારેથી 48 કલાકની અંદર ફરી એક વખત હાઈ પ્યોરિટી ચરસના વધુ સાત પેકેટ મળી આવ્યા છે.
- Advertisement -
બુધવારે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડા દરિયા કિનારે પાસે આવેલી પ્રોટેક્શન વોલ પાસેથી બિનવારસી 10 ચરસના પેકેટ મળી આવ્યા બાદ વલસાડ જિલ્લા પોલીસની ટીમે વલસાડ જિલ્લાના દરિયા કિનારે આવતા 6 પોલીસ મથક વિસ્તારમાં ચેકીંગ હાથ ધર્યું હતું. જે બાદ નવસારી જિલ્લા પોલીસવડા સુશીલ અગ્રવાલ દ્વારા પણ પોલીસની દરેક એજન્સીઓને દરિયા કિનારે પેટ્રોલિંગ હાથ ધરવાની સૂચના આપવામાં આવી હતી, જેના આધારે કઈઇ, જઘૠ, જલાલપુર પોલીસ સહિતની ટીમો દરિયા કિનારે પેટ્રોલિંગમાં હતી.આ અંગે નવસારી જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે, ગઈકાલે જિલ્લાની અંદર પોસ્ટલ પેટ્રોલિંગ દરમિયાન એસઓજી, એલસીબી પોલીસ અને એસઆરડીના જવાનો પેટ્રોલિંગ હતા. આ દરમિયાન ઓંજલ ગામના દરિયા કિનારે પાંચ જૂદી જૂદી જગ્યાએથી 50 પેકેટમાં હસીસ નામનું આશરે 60 કિલો જેની અંદાજિત કિંમત 30 કરોડ 7 લાખની કિંમતનું ચરસ મળી આવ્યું હતું, તમામ પેકેટ આશરે 1200 ગ્રામના છે, સાત લેયરમાં પેકેજીંગ કરવામાં આવ્યું છે. આ ચરસ ખાડી દેશનું હોવાનું પ્રાથમિક તબક્કે માનવામાં આવે છે પરંતુ એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ ચોક્કસ કયા દેશ અને કયા વિસ્તારમાંથી આવ્યું છે તેવું કહી શકાશે. આ અંગે જલાલપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વિરુદ્ધ નશીલા પદાર્થ ને લઈને ગુનો દાખલ કરીને 12 ટીમો બનાવી દરિયાકાંઠા ઉપર વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
કુલ 50 પેકેટ મળી આવ્યા
આ દરમિયાન જલાલપોર તાલુકાના ઓંજલ માછીવાડ ગામના દરિયા કિનારેથી પોલીસને પ્લાસ્ટિકના કોથળામાં કુલ 50 જેટલા નાના નાના પેકેટમાં શંકાસ્પદ ડ્રગ્સ મળી આવ્યા છે. ઓંજલ ગામના ચાંગલી ફળિયાથી દાંડી તરફના દરિયા કિનારે આશરે પાંચ કિલોમીટરના વિસ્તારમાં અલગ અલગ પાંચ જગ્યાએથી ગેરકાયદેસર માદક પદાર્થના અલગ અલગ માર્કાવાળા કુલ 50 પેકેટ મળી આવ્યા હતા, જેનું અંદાજિત વજન 60.150 કિલો જેટલું હતું અને એની બજાર કિંમત 30 કરોડ 7 લાખ જેટલી આંકવામાં આવી છે. આ હસિસ નામના ચરસના જથ્થાને ઋજક મોકલી તેની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.