ભારે વરસાદને કારણે ઉત્તર ભારતમાં તારાજી સર્જાઈ છે. ધોધમાર વરસાદથી હિમાચલ પ્રદેશ સહિતના પહાડી રાજ્યોને સૌથી વધુ નુકસાન થયું છે. જેથી PM મોદીએ હિમાચલ અને ઉત્તરાખંડના મુખ્યમંત્રીને સહાયની ખાતરી આપી છે.
દેશમાં મુશળધાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. દેશના સાત રાજ્યોમાં મુશળધાર વરસાદના પગલે આવેલા પ્રચંડ પૂર અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં કુલ 60 લોકોએ જીવ ગુમાવ્યા છે. છેલ્લા 24 કલાકમાં જ 27 લોકોએ જીવ ગુમાવ્યા છે. ભારે વરસાદના કારણે ઉત્તર ભારતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. હિમાચલ પ્રદેશ સહિત દિલ્હી અને પંજાબમાં જળબંબાકાર સ્થિતિ સર્જાઈ છે.
- Advertisement -
ભારે વરસાદના કારણે દિલ્હીના રસ્તાઓ ડૂબ્યા
દિલ્હીમાં સાંસદોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જ્યાં પંજાબના કેટલાક ભાગોમાં મુશળધાર વરસાદના કારણે સેનાને એલર્ટ પર રાખવામાં આવી છે. છેલ્લા 40 વર્ષમાં દિલ્હીમાં એક દિવસમાં સૌથી વધું વરસાદ પડ્યો છે, જેનના કારણે રસ્તાઓ પાણીમાં ડૂબીને નદી જેવા બની ગયા છે. ઉત્તરાખંડ, હિમાચલની ઘણી નદીઓમાં પૂર આવ્યા છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે.
#WATCH उत्तराखंड: देहरादून में लगातार बारिश के कारण विकासनगर में यमुना नदी का जलस्तर बढ़ गया है। pic.twitter.com/uD9L2OWfun
— ANI_HindiNews (@AHindinews) July 11, 2023
- Advertisement -
અત્યાર સુધીમાં 60 લોકોના મોત
સતત ભારે વરસાદને કારણે ઉત્તર ભારતમાં તારાજીના દ્રશ્યો સર્જાયા છે. ધોધમાર વરસાદથી હિમાચલ પ્રદેશ સહિતના પહાડી રાજ્યોને સૌથી વધુ નુકસાન થયું છે. છેલ્લા 24 કલાકમાં મુશળધાર વરસાદને કારણે ભૂસ્ખલન, આભ ફાટવા, મકાન અને વૃક્ષો ધરાશાયી, અને વીજળી પડવા જેવી ઘટનાઓમા અત્યાર સુધીમાં લગભગ 60 લોકોના મોત થયા છે. તો બીજી બાજુ અનેક વિસ્તારમાં ભેખડો ધસી જવાની ઘટનાઓ પણ સામે આવી છે. જેમાં કુલ 4 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે.
#WATCH | Himachal Pradesh | Chandigarh-Manali national highway closed following landslide near Six Mile area in Mandi.
(Video – drone visuals) pic.twitter.com/yZE6v4GR43
— ANI (@ANI) July 11, 2023
નદીઓમાં પણ ઘોડાપૂર આવ્યું
સતત વરસી રહેલા વરસાદને કારણે પુલ, કાચા મકાનો, રોડ-રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. તો નદીઓમાં પણ ઘોડાપૂર આવ્યું છે. સૌથી વધારે નુકસાન મંડી અને કુલ્લુ જિલ્લામાં થયું છે. બિયાસ નદીમાં જળસ્તર ગત કેટલાંય વર્ષોના રેકૉર્ડ સ્તર પર પહોંચી ગયું છે. કુલ્લુથી મંડીના ધરમપુર સુધીમાં છ બ્રિજ ધોવાઈ ગયાના સમાચાર છે. રાજ્યમાં 800થી વધુ નાના રસ્તાઓ અને છ રાષ્ટ્રીય રાજમાર્ગ બંધ છે. રાહત અને બચાવકાર્યમાં પણ વરસાદને કારણે બાધા ઉત્પન્ન થઈ રહી છે.
#WATCH | Mandi in Himachal Pradesh faces a flood-like situation as river Beas swells due to incessant rainfall here. Latest visuals from the city. pic.twitter.com/ORNYVbQJRP
— ANI (@ANI) July 11, 2023
PM મોદીએ સહાયની આપી ખાતરી
ભારે વરસાદમાં થયેલા નુકસાન સામે PM મોદીએ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના મુખ્યમંત્રીને સહાયની ખાતરી આપી છે. જ્યારે અસરગ્રસ્ત રાજ્યોમાં NDRFની 39 ટીમે રાહત બચાવ કામગીરી શરૂ કરી છે