નફાની લ્હાયમાં વેપારીઓ ભેળસેળિયો ધંધો કરીને મોં માગ્યા પૈસા ગ્રાહકો પાસેથી ખંખેરી લે છે. ત્યારે રાજકોટ મનપાની ફૂડ વિભાગની ટીમે કોઠારીયા મેઇન રોડ તથા બજરંગવાડી હોકર્સ ઝોન વિસ્તારમાં આવેલ ખાધ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 35 ધંધાર્થીઓની ચકાસણી કરી હતી. જેમાં 10 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી. તેમજ ખાદ્ય ચીજોના કુલ 21 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. સર્વેલન્સ ચેકિંગ દરમિયાન દર્શાવ્યા મુજબની કુલ 6 બરફનું ઉત્પાદન કરતાં એકમોની ચકાસણી કરવામાં આવેલ. સ્થળ પર બરફ બનાવવા ઉપયોગમાં લેવાતા પાણીમાં ક્લોરીનેશનની માત્રા તપાસવામાં આવેલા અને નોટીસ અપાઈ હતી. જેમાં નવદુર્ગા આઇસ ફેક્ટરી -સ્થળ: મહાલક્ષ્મી મીલ પાસે, વાવડી, ગોંડલ રોડ, ક્રિષ્ના ફ્રીઝીંગ આઇસ ફેક્ટરી-નવરંગપરા, લક્ષ્મીનગર મેઇન રોડ, મહાદેવ આઇસ – સોમનાથ ઇન્ડ. એરીયા, કોઠારીયા, ગોંડલ રોડ, લાભ આઇસ ફેક્ટરી – શિવમ ઇન્ડ. એરીયા, ગોંડલ રોડ ચોકડી પાછળ, નૂતન સૌરાષ્ટ્ર આઇસ ફેક્ટરી -ડીલકસ ચોક, કુવાડવા રોડ પર ચકાસણી હાથ ધરાઈ હતી.
ગોલા વેચતા 6 વેપારીને ત્યાં ફૂડ વિભાગનું ચેકિંગ: બરફના નમૂના લેવાયા
Follow US
Find US on Social Medias