જે.સી.બી.અંગે નિયમોનુસાર કાર્યવાહી શરૂ
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
તાલાલા તાલુકાનાં છેવાડે આવેલ પીખોર ગીર ગામની સરકારી જમીનમાંથી બિન અધિકૃત રીતે હાર્ડ મોરમ ખનીજ નું ખનન થતું હોવાની બાતમી મળતા ગીર સોમનાથ જિલ્લા કલેકટર એન.વી.ઉપાધ્યાય ની સુચનાથી તાલાલા મામલતદાર તથા ખાણ ખનીજ કચેરી ની ટીમે પીખોર ગીર ગામે દોડી જઇ ખનીજ ચોરી કરતા છ ટ્રેક્ટર તથા એક જે.સી.બી.મશીન પકડી પાડયા હતા.
- Advertisement -
અધિકારીઓએ હાર્ડ મોરમ ની ખનીજ ચોરી સબબ ટ્રેક્ટર ચાલકો પાસેથી રૂ.1 લાખ 78 હજારની વસુલાત કરી જે.સી.બી.અંગે નિયમો મુજબ કાર્યવાહી શરૂ કરી છે.પીખોર ગીર ગામે ખનીજ ચોરી કરતા શખ્શો સામે કડક કાર્યવાહી થી ખનીજ સંપતિ ની ચોરી કરવા વાળા લોકોમાં ફફડાટ ફેલાયો છે.