6 શખ્સોને ગણતરીની કલાકોમાં ઝડપી લેતી ક્રાઈમ બ્રાન્ચ
રવિવારે મધરાતે 16 વર્ષની પુત્રીને ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો હતો
- Advertisement -
રાજકોટ શહેરના છેવાડે ખોખળદડ ગામની સીમમાં ગોવર્ધન હોટલ નજીક બાંધકામની સાઇટ પરથી
6 શખ્સે સગીરાનું અપહરણ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. મજૂરી કરતા અને ત્યાં જ ઓરડીમાં રહેતા શ્રમિક પરિવારની ઓરડીમાં તેના જ વતનના શ્રમિક સહિત 6 શખ્સ 11 ડિસેમ્બરે મધરાતે ફિલ્મી સ્ટાઇલથી ઘરમાં ઘૂસ્યા હતા. આ શખ્સોએ પરિવારજનો પર હુમલો કરીને 16 વર્ષની તરૂણવયની પુત્રીનું અપહરણ કરી ગયા હતાં. બનાવની જાણ થતાં આજી ડેમ પોલીસ, ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ અપહ્યત તરૂણીને મુક્ત કરાવવા તેમજ આરોપીઓને ઝડપી લેવા ત્રણ ટીમ બનાવીને તપાસ હાથ ધરી હતી. પોલીસે 6માંથી 5 અપહરણકારોની ધરપકડ કરી અપહૃત સગીરાને તેમના પરિવારને સોંપી છે.
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીની ધરપકડ કરી સગીરાને હેમખેમ પરિવારને પરત સોંપી ફરાર એક આરોપીની શોધખોળ હાથ ધરી છે. મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ રાજકોટના ખોખળદડ ગામના સીમાડે બાંધકામની સાઇટ પર કડિયા કામ કરતા તેમજ સાઇટ નજીક જ ઓરડીમાં પત્ની, સંતાનો સાથે રહેતા ભીલજીભાઈ ઉર્ફે મલાજીમનભાઇ ડામોરે સગીરવયની પુત્રીના અપહરણની આજીડેમ પોલીસ મથકમાં નોંધ કરાવી હતી. જેમાં મુખ્ય આરોપી તરીકે વતન મધ્યપ્રદેશના ડોંડા જિલ્લાના વતની અને અહીં બાંધકામ સાઇટ પર મજૂરી કરતા આદિવાસી સોહમ જોલુભાઇ પવારનું નામ આપ્યું હતું.
- Advertisement -
આરોપીને સગીરા સાથે પ્રેમ થયો હતો
પોલીસે પકડી પાડેલા આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, આરોપી સોહમ પવારને છેલ્લા
છ માસથી ફરિયાદીની સગીર વયની દીકરી સાથે આંખ મળી જતા એક તરફી પ્રેમ થયો હતો. આથી તેને તેના મિત્ર છોટુ અને કમલેશ ભુરીયા સાથે મળી સગીરાને ઉઠાવી જવા પ્લાન ઘડ્યો હતો