ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદના જસરાનામાં મંગળવારે ઈલેક્ટ્રોનિક્સ અને ફર્નિચરની દુકાનમાં આગ લાગતા એક જ પરિવારના 6 લોકો બળીને ભડથું થઇ ગયા. દુર્ઘટના બાદ ઘટનાસ્થળે અફરાતફરી ફેલાઈ ગઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકોમાં 4 બાળકો પણ સામેલ છે.
ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદના જસરાનામાં ઈલેક્ટ્રોનિક્સ અને ફર્નિચરની દુકાનમાં આગ લાગતા એક જ પરિવારના 6 લોકો જીવતા સળગી ગયા હતા. આ દુર્ઘટનામાં 3 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. જેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
- Advertisement -
આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ
સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર, આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ જણાવવામાં આવી રહ્યું છે. દુર્ઘટના બાદ ઘટનાસ્થળે ભાગદોડ મચી હતી. આ અંગેની જાણ પોલીસ અને ફાયર વિભાગને કરવામાં આવતા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પાણીમારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાની તજવીજ હાથ ધરી હતી.
Uttar Pradesh | 2adults & 4children of a family lost their lives in a fire that was ignited due to short circuit in an inverter factor, in Padham town of Jasrana area under Firozabad district. 18 fire tenders reached on spot along with Police: Ashish Tiwari, SP Firozabad Police pic.twitter.com/nnIaYYt7xh
— ANI UP/Uttarakhand (@ANINewsUP) November 29, 2022
- Advertisement -
એક જ પરિવારના 6 લોકોના મોત
ફિરોઝાબાદના એસપી આશિષ તિવારીએ જણાવ્યું કે, આ દુર્ઘટના જસરાના પાઢમ વિસ્તારમાં બની હતી. અહીં એક ઇન્વર્ટરમાં શોર્ટ સર્કિટ થયું હતું. જેણે વિકરાળ આગનું સ્વરૂપ ધારણ કર્યું હતું. તેમણે જણાવ્યું કે, આ દુર્ઘટનામાં એક જ પરિવારના 6 લોકોના મોત થયા છે. જેમાં 4 બાળકોનો પણ સમાવેશ થાય છે.
ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમે હાથ ધર્યું હતું રેસ્ક્યૂ ઓપરેશન
ફિરોઝાબાદના એસપી આશિષ તિવારીએ જણાવ્યું કે, આગ્રા, મૈનપુરી, એટાહ અને ફિરોઝાબાદના 18 ફાયર ફાયટરે આગ પર કાબૂ મેળવવાની તજવીજ હાથ ધરી હતી. સાથે જ 12 પોલીસ સ્ટેશનની પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, દુકાનમાં લાગેલી આગને કારણે જ્વાળાઓએ આખી ઈમારતને લપેટમાં લીધી હતી. આ ભયાનક દુર્ઘટનામાં જીવ ગુમાવનાર પરિવાર આ જ બિલ્ડિંગમાં રહેતો હતો.
CM યોગીએ 2 લાખની આર્થિક સહાયની જાહેરાત કરી
ફિરોઝાબાદ દુર્ઘટના પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કર્યો છે. આ સાથે સીએમ યોગીએ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. સીએમ યોગીએ મૃતકોના પરિવારને 2 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાનો નિર્દેશ આપ્યો છે.