68% લોકો સેલ્ફી, 64% ટાઈમ જોવા માટે ફોનનો ઉપયોગ કરે છે: સર્વે
ખાસ-ખબર સંવાદદાતા
મોબાઈલ સ્માર્ટફોન હવે કોલિંગથી વધુ યુઝર્સના અન્ય કામમાં વધુ ઉપયોગી સાબિત થઈ રહ્યા છે. હાલમાં જ કરાયેલા એક સરવેમાં સામે આવ્યું છે કે દુનિયામાં દર 10માંથી 6 લોકો મોબાઈલ ફોન વિના એક દિવસ પણ રહી શકતા નથી. 68% લોકો સેલ્ફી લેવા અને 64% લોકો ટાઈમ જોવા મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે. દસમાંથી ત્રણ લોકો ક્યારેય પોતાના ફોન વિના બહાર નથી નીકળતા. આ સરવેમાં સામેલ લગભગ અડધા લોકો માટે મોબાઈલ ફોનની બેટરી પૂરી થઈ જવી ચિંતાની વાત છે.

- Advertisement -
અડધાથી વધુ યુઝર્સ પોતાના ફોનને દિવસમાં બે વાર ચાર્જ કરે છે. તેમાંથી આશરે 12% લોકોને તો પોતાના ફોનની બેટરી પૂરી થઈ જવી, તેની ખૂબ ચિંતા સતાવે છે.
તેઓ વારંવાર પોતાના ફોનની બેટરીને ચેક કરતા રહે છે. આશરે 48% લોકો માટે મોબાઈલ ફોન ગુમ થઈ જવો તે બેન્ક કાર્ડ, કારની ચાવી કે લગ્નની વીંટી ખોવાઈ જાય તેનાથી પણ વધુ ચિંતાની વાત છે. એક સરેરાશ વયસ્ક દિવસમાં બે કલાક સ્માર્ટફોન સ્ક્રીન જુએ છે.


