રાજકોટ મનપાના ફૂડ વિભાગ દ્વારા ગણેશ ઉત્સવના તહેવારને અનુલક્ષીને ચેકિંગ
6 જગ્યાએથી મોતીચૂરના લાડુ તથા મોદક લાડુના નમૂના લેવાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ગણેશ ઉત્સવના તહેવારને અનુલક્ષીને પ્રસાદ તરીકે વિતરણ થતી મીઠાઈના ઉત્પાદક એકમોની હાઈજેનિક કન્ડિશન તથા વપરાશમાં લેવાતા રો-મટીરીયલ તપાસવામાં આવેલ તેમજ ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ -2006 હેઠળ પ્રસાદ તરીકે વેચાણ થતી મીઠાઇના નીચે દર્શાવેલ વિગતો મુજબ કુલ 6 નમૂના લેવામાં આવ્યા હતા. જ્યારે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન રામાપીર ચોક, 150 ફૂટ રીંગ રોડ, રાજકોટ મુકામે આવેલ ‘થાલીવાલા’ પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ વાસી અખાદ્ય પનીર ચીલી, પનીર ચિલીની ગ્રેવી, પંજાબી ગ્રેવી, બાફેલા શાકભાજી વગેરે પ્રિપેર્ડ ખાદ્યચીજો મળીને કુલ 6 કિ.ગ્રા. જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો અન્ય સ્થળો પર ચેકિંગ દરમિયાન પુનીત પાર્ક મુકામે આવેલ ‘ખોડલધામ ફાસ્ટફૂડ’ પેઢીની તપાસ કરતા સ્થળ પર હાઈજેનિક કન્ડિશન તથા લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવી હતી. ફૂડ વિભાગની ટીમ દ્વારા આત્મીય કોલેજ સામે- કાલાવડ રોડ વિસ્તારમાં આવેલ ખાદ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 23 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી. જેમાં 5 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના તેમજ ખાદ્ય ચીજોના કુલ 19 નમૂનાની સ્થળ પર ચકાસણી કરાઈ હતી.
ફૂડ વિભાગે 6 સ્થળ પરથી નમુના લીધા
1. મોતીચૂર લાડુ (મીઠાઇ-લુઝ): સ્થળ -શિવશક્તિ ગૃહ ઉદ્યોગ, ન્યુ સૂર્યોદય સોસાયટી શેરી નં.05, નડોદાનગર કોર્નર, કોઠારીયા રોડ
2. મોતીચૂર લાડુ (મીઠાઇ-લુઝ): સ્થળ -શિવશક્તિ ગૃહ ઉદ્યોગ, નવરંગપરા, ભક્તિનગર રેલ્વે સ્ટેશન પાછળ, પોસ્ટલ કોલોની
3. મોતીચૂર લાડુ (લુઝ): સ્થળ -ખેતેશ્વર સ્વીટ, સુભાષનગર મેઇન રોડ, નંદા હોલ પાછળ, કોઠારીયા રોડ
4. મોદક લાડુ (ચોકલેટ ફલેવર- લુઝ): સ્થળ -ઘનશ્યામ ડેરી ફાર્મ, માધવ પાર્ક મેઇન રોડ, ગોવર્ધન ચોક પાસે, 150’ રિંગ રોડ, મવડી
5. ચોકલેટ મોદક લાડુ (લુઝ): સ્થળ -નીવ એન્ટરપ્રાઇઝ, અનંતભૂમી કોમ્પ્લેક્ષ, પુનિત 80’ રોડ, મવડી
6. મોદક લાડુ- ગુલકંદ ફલેવર (લુઝ): સ્થળ -ઘનશ્યામ ડેરી ફાર્મ, ઓપેરા હાઉસ, ગોવિંદરત્ન ગ્રીન સીટી, 80’ રોડ, મવડી