આઠ માસથી ચાલતી અદાવતમાં ત્રાસથી કંટાળી ભરેલું પગલું
સામા પક્ષે પોતે નિર્દોષ હોવાનો દાવો : બંને જૂથના સમર્થકો ઉમટ્યા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં વધુ એક વખત કિન્નર સમુદાયના બે જૂથ સામસામે આવી ગયા છે ભાવનગર રોડ પર ગંજીવાડામાં રહેતાં એક કિન્નરે સાંજે ચોકમાં ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો તેણે જેના વિરુદ્ધ આક્ષેપો કર્યા તે છ કિન્નરોએ મોડી રાત્રે ઘંટેશ્વર નજીક આવેલા શ્રી ખાટુશ્યામ મંદિર પાસે એક સાથે ફિનાઇલ પી સામુહિક આપઘાતનો પ્રયાસ કરતાં તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે બંને પક્ષ વચ્ચે આઠેક માસ પૂર્વે જયુબેલી બગીચામાં થયેલી માથાકૂટથી વેરઝેરના બીજ રોપાયા છે.
બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગંજીવાડામાં રહેતા નિકિતા માસી ઉ.24એ ગઈકાલે રાત્રિના ગંજીવાડા શક્તિ ચોકમાં કોઈ કારણોસર ફીનાઇલ પી લેતા સિવિલ હોસ્પિટલમાં દાખલ થઈ હતી પછી સારવાર લઈ ત્યાંથી નીકળી ગઈ હતી તે પછી ઘંટેશ્વર 25 વારીયામાં રહેતાં કિન્નર ખુશ્બુદે ગોપીદે ઉ.24, સમીરાદે ગોપીદે ઉ.30, બીંદીયાદે મીરાદે ઉ.32, ગોપીદે મીરાદે ઉ.30, ટીનાદે મીરાદે ઉ.30 અને કલ્પદે મીરાદે ઉ.27એ મોડી રાતે બે વાગ્યે જામનગર રોડ ઘંટેશ્વર નજીક આવેલા શ્રીખાટુ શ્યામ મંદિર પાસે એક સાથે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં તમામને 108 મારફત સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફ દ્વારા ગાંધીગ્રામ પોલીસને જાણ કરવામાં આવી હતી રાત્રે આપઘાતનો પ્રયાસ કર્યા બાદ દાખલ થયેલા કિન્નરે હોસ્પિટલના બિછાનેથી એવો આક્ષેપ કર્યો હતો કે મિહિર અને મીરાદે અમને અસહ્ય ત્રાસ આપે છે જેથી કંટાળીને આ પગલું ભર્યું છે જયારે સામા પક્ષે મીરાદેએ પણ પોતે નિર્દોષ હોવાનું જણાવ્યું હતું બનાવને પગલે બંને જૂથના સમર્થકો સિવિલ હોસ્પિટલે દોડી આવ્યા હતા.



