ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
2 એપ્રિલ એટલે કે ઈએમટી દિવસ 108 એમ્બ્યુલન્સમાં પેરામેડિકલ સ્ટાફ ફરજ બજવતા હોઈ છે. જે ઇએમટી તરીકે ઓળખાય છે 2 એપ્રિલના રોજ તે દિવસને ઇએમટી દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. જેમાં વર્ષ દરમિયાન ઉત્કુર્ષ્ટ કામગીરી બદલ એવોર્ડ આપીને સન્માન કરવામાં આવે છે.
અમદાવાદ હેડ ઓફિસ દ્વારા જુનાગઢ જિલ્લાના 108ના 6 કર્મચારીને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા જેમાં કેશોદ લોકેશનના ઈએમટી પૂનમબેન વાઘેલા અને પાયલોટ પ્રકાશ પરમાર. મેંદરડા લોકેશનના ઇઅમટી મયુર બારડ પાયલોટ મહેશ કરમટા તેમજ બીલખા લોકેશનના ઇએમટી મનીષ ડોબરીયા અને પાયલોટ હરેશ ભાદરકાને એવોર્ડ આપી સન્માન કરવા માં આવેલ. અને જૂનાગઢ ખાતે પણ 2 એપ્રિલ દિવસની ઉજવણી કરવામાં આવેલ આ ઉજવણીમાં જૂનાગઢ જિલ્લાના અઘિકારી યુવરાજ સિંહ ઝાલા અને પ્રોગ્રામ મેનેજર આકાશ પણ ઉપસ્થિત રહ્યા હતા અને 108ના સ્ટાફનુ મનોબળ વધાર્યું હતું અને એવોર્ડ પ્રાપ્ત કરનાર ઇએમટી કર્મીઓને અભિનંદન પાઠવ્યા હતા.