ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.22
60 જેટલા પ્રોહિબીશન ધારા હેઠળના ગુનાનો બુટલેગર ધીરેન કારીયાએ જેલમાંથી છૂટી વિદેશ ભાગી જવા માટે જૂનાગઢમાં ગણેશનગરમાં રહેતો તેનો મિત્ર અમીર ઉર્ફે ચેમ્પિયન ધીરૂભાઇ રાઠોડના ઘરે સંતાડીને રાખ્યો હતો. પીએસઆઇ ઓ.આઇ.સીદી સહિતના સ્ટાફે ડુપ્લીકેટ પાસપોર્ટ કબ્જે કર્યો હતો. ધીરેન કારીયાના ટ્રાન્સફર વોરંટથી ધીરેન કારીાયની અટક કરી પૂછપરછ હાથ ધરતા તેણેનકલી પાસપોર્ટ તેના રાજસ્થાન રહેતા મિત્ર લક્ષ્મણ રબારીમારફત બનાવ્યો હોવાનું ધીરેન કારીયાએ પોલીસને જણાવ્યુ હતુ. પીએસઆઇ સીદીએઆરોપી ધીરેનને મંગળવારે 10 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતા અદાલતે 27 મે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.