ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લા કક્ષાની સૂર્યનમસ્કાર સ્પર્ધા ઐતિહાસિક ઉપરકોટ કિલ્લા ખાતે યોજાઈ હતી.આ સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર 6 સ્પર્ધકો રાજ્યકક્ષાએ જૂનાગઢનું પ્રતિનિધિત્વ કરશે.નવ તાલુકાના વિજેતા થયેલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો.ઉપરકોટ ખાતે જિલ્લા કક્ષાની યોજાયેલી આ સ્પર્ધામાં 58 માંથી વિજેતાઓમાં પ્રથમ ક્રમે ભાઈઓમાં હર્ષ રાઠોડ, બહેનોમાં અપેક્ષા ધાધલ, દ્વિતીય ક્રમે ભાઈઓમાં રોનક ગોહેલ, બહેનમાં હેમાંશી પોસ્તરિયા, તૃતીય ક્રમે ભાઈઓમાં સંસ્કાર અંજની, બહેનમાં માકડીયા રિયાબેન વિજેતા રહ્યા હતા.