ખાસ-ખબર સંવાદદાતા
ઇન્ડોનેશિયાના તાલાઉદ ટાપુઓ (ઝફહફીમ ઈંતહફક્ષમ)ની ધરા ફરી એકવાર ધ્રુજી છે. હવામાન એજન્સી અનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.7 મપાઈ હતી. આ આંચકા પાપુઆ વિસ્તારમાં અનુભવાયા હતા. જોકે અત્યાર સુધી કોઇ મોટી જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. પરંતુ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ઈન્ડોનેશિયાના તાલાઉદ દ્વીપ પર વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજી સેન્ટર મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.7 માપવામાં આવી છે આ પહેલા પણ ઈન્ડોનેશિયામાં ભૂકંપના કારણે તબાહી મચી ગઈ હતી, ત્યારે ફરી એકવાર ઈન્ડોનેશિયા ભૂકંપથી હચમચી ગયું છે. ભૂકંપના કારણે લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળી ગયા હતા. હાલ નુકસાનના કોઈ સમાચાર નથી.
છેલ્લા એક વર્ષમાં અનેક ભૂકંપ આવ્યા
ઈન્ડોનેશિયામાં છેલ્લા એક વર્ષમાં અનેક ભૂકંપ આવ્યા છે જેમાં મોટી સંખ્યામાં મકાનો, ઈમારતો અને દુકાનોને નુકસાન થયું છે. ભૂકંપના કારણે ઘણા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ પણ થયા છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષની શરુઆતમાં જ ભૂકંપના આંચકાએ સમગ્ર જાપાનમાં તબાહી મચાવી દીધી હતી. પશ્ર્ચિમ જાપાનમાં આવેલા 7.6ની તીવ્રતાવળા શક્તિશાળી ભૂકંપમાં 100થી વધુ લોકોના મોત થયા હતા જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ કુદરતી આફતના કારણે ધરાશાયી થયેલી ઈમારતોના કાટમાળ નીચે હજુ પણ ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે.