ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.27
સમસ્ત હરિપર પાળ ગામ દ્વારા તા. 29-1-25 ને બુધવારના રોજ જય વેલનાથ ધામનો પાંચમો વાર્ષિક મહોત્સવનું ભવ્ય દિવ્ય આયોજન રાખેલ છે. આ પ્રસંગે સવારે 7-00 કલાકે યજ્ઞનો પ્રારંભ, સવારે 7-30 કલાકે ધ્વજારોહણ, બપોરે 1-00 કલાકે બીડુ હોમવાનું, સાંજે 4-00 કલાકે સંતો-મહંતોના સામેયા- મહેમાનોનું સ્વાગત, સાંજે 4-30 કલાકે ધ્વજારોહણ, રાસોત્સવ સાંજે 4-30 કલાકે, સાંજે 6-00 કલાકે મહાપ્રસાદ અને રાત્રે 8-30 કલાકે ભવ્ય સંતવાણી લોકડાયરો. આ લોકડાયરામાં ખીમજીભાઈ ભરવાડ, સોનલબેન ઠાકોર, રવિભાઈ ચૌહાણ તેમજ અન્ય નામાંકિત કલાકારો પોતાની કલા રજૂ કરશે. આ પાવન અવસરે વિવિધ સમાજના ધાર્મિક જગ્યાના સંતો-મહંતો તેમજ તમામ સમાજના સામાજિક આગેવાનો, રાજકીય મહાનુભાવો, બિલ્ડરો, વેપારીઓ, ઉદ્યોગપતિઓ, ડોકટરો, વકીલો, ઉચ્ચ કક્ષાના સરકારી કર્મચારીઓ વગેરે નામાંકિત મોભીઓ ઉપસ્થિત રહેશે. જય વેલનાથધામ અઢારેવરણ સમસ્ત સમાજ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. જય વેલનાથ ધામના સેવકગણો ધર્મ સ્નેહીજનોને પધારવા આમંત્રણ પાઠવે છે. સમસ્ત હરિપર પાળ ગામ સાથે મળીને 30 વર્ષ પહેલાં 1992માં સંત શ્રી વેલનાથબાપુના ઓટલાનું સ્થાપન કરેલ. ત્યારબાદ 2019માં સંત શ્રી વેલનાથબાપુના મંદિરની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ. સંત શ્રી વેલનાથબાપુની સાથે લાખેશ્ર્વર મહાદેવ, દશામાની મૂર્તિ બિરાજમાન છે. આ ધર્મસ્થાનને 2023માં ત્રીજા વાર્ષિક મહોત્સવ પ્રસંગે જય વેલનાથધામ તરીકે ઓળખ આપવામાં આવેલ છે. રાજકોટમાં આવેલ માધાપર ચોકડીનું કોળી ઠાકોર ચોક નામકરણ રાજકોટ મહાનગરપાલિકા માન્ય થાય તેવી અમારી માગણી છે તેમ મહંત વાઘજી ભગતની યાદીમાં જણાવાયું છે.
‘ખાસ-ખબર’ કાર્યાલયની મુલાકાતે દેવાંગભાઈ કુકાવા, જીણાભાઈ સીતાપરા, રવિભાઈ સીતાપરા, ભાવેશભાઈ સીતાપરા, અજયભાઈ બાંભણીયા,
જયેશભાઈ સીતાપરા આવીને કાર્યક્રમ અંગે વધુ માહિતી આપી હતી.



