ડિઝાસ્ટર વિભાગને ભાલ વિસ્તારમાં પાણીમાં ફસાયા હોવાનો કોલ મળતા ફાયર વિભાગ અને ગ્રામ્ય મામલતદારની ટીમને જાણ કરવામાં આવી, ત્યાં જઈને અન્ય લોકો પાણીમાં ફસાયા હોવાની જાણ થઈ
ખાસ-ખબર ન્યૂઝ ભાવનગર
- Advertisement -
ભાવનગર તાલુકાના નારી-માઢીયા રોડ પાસે ભાલ વિસ્તારમાંથી 58 લોકોને મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. ડિઝાસ્ટર વિભાગને ભાલ વિસ્તારમાં પાણીમાં ફસાયા હોવાનો કોલ મળતા ફાયર વિભાગ અને ગ્રામ્ય મામલતદારની ટીમને જાણ કરવામાં આવી હતી પરંતુ ત્યાં જઈને અન્ય લોકો પાણીમાં ફસાયા હોવાની જાણ થઈ હતી. ડિઝાસ્ટર વિભાગને ચાર લોકો ફસાયા હોવાનો કોલ આવતા ફાયર વિભાગ અને ગ્રામ્ય મામલતદારને સ્થળ પર મોકલવામાં આવ્યા હતા.
જેમાંથી અન્ય લોકો પાણીમાં ફસાયા હોવાની જાણ થતાં કુલ 58 લોકોને પાણીમાંથી રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.ફાયર વિભાગ દ્વારા નારી-માઢીયા રોડ પાસે ભાલ વિસ્તારમાંથી 10 નાળાથી 2 કિલોમીટર સુધી નદી વિસ્તારમાંથી રેસ્ક્યુ કરી કુલ 58 લોકોની બચાવ કામગીરી કરેલ જેમાં 39 પુરુષ, 10 સ્ત્રી અને 9 બાળકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.