તમામ તૈયારીઓને આખરીઓપ, રાજયપાલ આચાર્ય દેવવ્રત શિક્ષણમંત્રી ઋષિકેશભાઇ પટેલ તથા પ્રફુલભાઇ પાનસેરીયા ઉપસ્થિતિ
14 વિદ્યાશાખાના 43062 દિક્ષાર્થીઓને પદવી એનાયત કરાશે, વુડનના વિશિષ્ટ બોક્સમાં ડિગ્રી અપાશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર યુનિ.ના 57મા પદવીદાન સમારોહ આગામી તા.20ને શુક્રવારે સવારના 11.30 કલાકે યુનિ. ખાતે આયોજીત કરવામાં આવ્યો છે. જે અંગેની તમામ તૈયારીઓને આખરીઓપ આપી દેવામાં આવ્યો છે. રાજયપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષ સ્થાને યોજાનાર આ પદવી દાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે રાજયના શિક્ષણમંત્રી ઋષિકેશભાઇ પટેલ તથા પ્રફુલભાઇ પાનસેરીયા ઉપસ્થિત રહેનાર છે. યુનિ.ના પદવીદાન સમારોહમાં વિવિધ 14 વિદ્યાશાખાના 43 હજારથી વધુ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે.
તેમજ ઉચ્ચ ગુણાંક સાથે પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને 145 ગોલ્ડ મેડલથી નવાજાશે. આ પ્રસંગે રાજયપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે.
જેમાં જામનગરની એમ.પી. શાહ, મેડીકલ કોલેજની એમ.બી.બી.એસ.ની વિદ્યાર્થીની તાન્યા આનંદદે સૌથી વધુ 508 ગુણ મેળવેલ હોય આ વિદ્યાર્થીને 10 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવનાર છે.આ ઉપરાંત માસ્ટર ઓફ સર્જન અભ્યાસક્રમમાં વિદ્યાર્થીની ધ્વીતા કાપડીયાને 3 મેડલ તથા આર્ટસ ફેકલ્ટીમાં ગુજરાતી વિષયની વિદ્યાર્થીની વોરા હેતલને 3 અને એમ.એ.અંગ્રેજીમાં દિવ્યા ગોકાણીને 2 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવનાર છે.