કોરોનાકાળમાં દર 30 કલાકે દુનિયામાં સરેરાશ એક અબજપતિ બન્યો
ખાસ-ખબર સંવાદદાતા
સ્વિટ્ઝર્લેન્ડના દાઓસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમની વાર્ષિક બેઠક યોજાઈ રહી છે. બરાબર એ જ સમયે કોવિડ-19ના કટોકટી દરમિયાન દુનિયામાં દર 30 કલાકે એક નવી વ્યક્તિ અબજપતિ બની હતી અને હવે એ જ ગતિએ 10 લાખ લોકો ગરીબીની ખીણમાં ધકેલાઈ શકે છે તેવો દાવો ઓક્સફામ ઈન્ટરનેશનલે પ્રોફિટિંગ ફ્રોમ પેઈન નામનો એક અહેવાલમાં કર્યો છે. ઓક્સફામના અહેવાલ પ્રમાણે કોરોનાકાળમાં દુનિયામાં નવા 573 અબજોપતિ ઉમેરાયા છે. એટલે કે મહામારીમાં સરેરાશ 30 કલાકમાં એક અબજપતિ ઉમેરાયો હતો. બીજી તરફ અમીરો-ગરીબો વચ્ચેની ખાઈ વધતી જાય છે. ચાલુ વર્ષે જ દર 33 કલાકમાં સરેરાશ 10 લાખ લોકો ગરીબીમાં ધકેલાઈ રહ્યા છે. ઓક્સફામના અહેવાલ મુજબ ગત દશકાની તુલનાએ જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં ધરખમ વધારો થયો છે.