ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષ નરસિંહ મહેતાની હારમાળા જયંતિની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આગામી માગસર સુદ સાતમ તા.30-11 બુધવારના રોજ નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટ દ્વારા ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે ગુજરાતના સુપ્રસિઘ્ધ કલાવૃંદ નાણાંવટી બ્રધર્સના સંગાથે શ્રીનરસિંહ મહેતાજીના પ્રભાતીયાના ભક્તિસભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આપસહુ નરસિંહ પ્રેમી જનતાને ભાવભર્યુ નિમંત્રણ ટ્રસ્ટના પ્રમુખ ધવલ વસાવડા અને મંત્રી ખમીર મજમુદારએ એક યાદીમાં જણાવ્યુ છે.