ખાસ-ખબર સંવાદદાતા
કેન્દ્ર શાષિત દીવ પ્રદેશ માંથી ઇંગલીશ દારૂ ઘુસાડવાના અવનવા કીમિયા લોકો કરતા હોય છે જેમાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે એસટી બસના ચોરખાના માંથી દારૂનો જથ્થો ગીર સોમનાથ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લેવામાં સફળતા મળી છે ગીર સોમનાથ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એ.એસ.ચાવડા અને પીએસઆઈ વી.કે.ઝાલા સાથે પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ માં હતો ત્યારે બાતમીના આધારે એહમદપુર માંડવી ચેકપોસ્ટ પરથી વણાંકબારા – પોરબંદર રુટ ની બસ નં.જીજે 18 ઝેડ 7584 વાળી બસ ની તલાશી લેતા તેમાંથી ચોરખાના માં છુપાવેલ ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો અને સંઘ પ્રદેશ દિવમાંથી ગુજરાત માં દારૂનો જથ્થો ઘુસાડવાના કીમિયાને નિષ્ફળ બનાવ્યો હતો ઝડપાયેલ ખોડીદાસ મગનલાલ ભટ્ટી કંડકટર રહે.અમરેલી અને નારણભાઇ નાથુભાઈ વાજા ડ્રાઈવર રહે.આંત્રોલી માંગરોળ વાળા પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ની અલગ અલગ બ્રાન્ડ ની 107 બોટલ જેની કિંમત રૂ.40,000 સાથે મોબાઈલ કુલ મુદામાલ રૂ.55,000 સાથે ઝડપી પાડવામાં આવેલ જેમાં દારૂ સપ્લાય કરનાર રાજેશ ઉર્ફે રાજુ સોલંકી રહે.દીવ વાળાને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.
S.T.બસના ચોરખાનામાંથી 55 હજાર દારૂ ઝડપાયો
