જંગલમાં આવેલાં ધ પ્રિમીયર ગીર રીસોર્ટમાંથી ઝડપાયેલા પત્તાપ્રેમી સામે વધુ બે કલમ ઉમેરાઇ
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
તાલાલા તાલુકાનાં સાંગોદ્રા ગીર અને ચિત્રોડ ગીર ગામ વચ્ચેના જંગલમાં આવેલ ધ પ્રિમીયર ગીર રીસોર્ટ માંથી ઝડપાયેલ હાઈ પ્રોફાઈલ જુગારધામ માંથી ઝડપાયેલ 55 જુગારીયા સામે જુગારધારા,પ્રોહિબીશન અને જાહેરનામાની વિવિધ કલમો હેઠળ તાલાલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયા બાદ પકડાયેલ આરોપી પૈકી 16 જુગારીયાઓ સામે અગાઉ જુગારના એક થી વધુ અમદાવાદ,ગાંધીનગર,મહેસાણા પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલ હોય પોલીસે આ ગુનામાં ઓર્ગેનાઇઝ ક્રાઇમ અંગે બી.એન.એસ કલમ 112 નો ઉમેરો કર્યો છે.
- Advertisement -
ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી બ્રાન્ચ ના પી.આઈ અરવિંદસિંહ જાડેજા તથા પી.એસ.આઇ આકાશસિંહ સિંધવ સ્ટાફ સાથે રવિવારે ઢળતી સાંજે ધ પ્રીમિયર ગીર રિસોર્ટ ને ફરતું કોર્ડન કરી 55 પત્તાપ્રેમીને ઝડપી લીધા હતા.તિનપતીનો જુગાર રમતા ઝડપાયેલ 55 જુગારીયાઓ પાસેથી પોલીસે રૂ.28 લાખ 54 હજાર 700 રોકડા,રૂ.1 કરોડ 80 લાખ 15 ફોર વ્હીલર,રૂ.26 લાખ 34 હજાર મોબાઈલ નંગ 70 મળી કુલ રૂ.2 કરોડ 34 લાખ 90 હજાર 700 ની મતા તથા ચાર વિદેશી દારૂની બોટલ કબજે કરી હતી.ઝડપાયેલ આરોપીઓ સામે પોલીસે ઓર્ગેનાઇઝ ક્રાઇમ બી.એન્એસ કલમ 112 તથા પ્રોહિબીશન,જાહેરનામા ભંગની બે કલમનો ઉમેરો કર્યાનો જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા એ પત્રકારોને જણાવ્યું હતું.તમામ આરોપીને પોલીસ આજે મંગળવારે તાલાલા મામલતદાર સમક્ષ રજુ કરશે તેમ તાલાલા પી.આઈ.જે.એન.ગઢવી એ જણાવ્યું છે.તાલાલા થી સાસણ ગીર વિસ્તારમાં વિવિધ ગામોમાં આવેલ રીસોર્ટ,ફાર્મ હાઉસમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ ઉપર પોલીસ કાયમી વોચ રાખી આવી પ્રવૃત્તિને નેસ્તનાબૂદ કરવા પોલીસ દ્વારા ઝુંબેશ શરૂ થશે તેમ જીલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું.તાલાલા પંથકના રીસોર્ટમાંથી હાઈ પ્રોફાઈલ જુગારધામ ઝડપાતા ભારે ચકચાર ફેલાયેલ છે.