- રાજકોટ પ્રનગર પોલીસનો સ્લમ ક્વાર્ટરમાં સફળ દરોડો : યુનિવર્સિટી પોલીસે 96 બોટલ દારૂ સાથે શખસની કરી ધરપકડ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે પ્રનગર પોલીસે સ્લમ ક્વાટરમાં દરોડો પાડી 54 હજારનો દારૂ ભરેલ એક્ટીવા કબજે કરી બુટલેગરની શોધખોળ હાથ ધરી છે જ્યારે યુનિવર્સિટી પોલીસે 96 બોટલ દારૂ ભરેલી કાર સાથે એક બુટલેગરની ધરપકડ કરી છે.
રાજકોટ પ્રનગર પોલીસ મથકના પીઆઇ ભાર્ગવસિહ ઝણકાંતની સૂચના અને માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન પીએસઆઈ બી વી ચુડાસમા અને ટીમે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમી આધારે સ્લમ ક્વાટરમાં લાખાબાપાની વાડી વોંકળા કાંઠે દરોડો પાડી દારૂ ભરેલું એક્ટીવા કબજે કર્યું હતું પોલીસે 54 હજારનો 108 બોટલ દારૂ મળી આવતા દારૂ, કાર સહિત 89,000નો મુદામાલ કબજે કરી હાજર નહિ મળી આવેલા એસએલવી ક્વાટરના મોઈન ફિરોઝભાઈ પઠાણની શોધખોળ હાથ ધરી છે જ્યારે યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ એન વાય રાઠોડના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં રહેલ પીએસઆઈ ભરવાડ અને ટીમે બાતમી આધારે વિમલનગર મેઇન રોડ ઉપર વોચ ગોઠવી કાર અટકાવી જડતી લેતા 51,600 રૂપિયાનો 96 બોટલ દારૂ મળી આવતા બુટલેગર શીતલ પાર્કના બાલાભાઈ ઉર્ફે લાલો ઘૂસાભાઈ ભૂંડીયાની ધરપકડ કરી દારૂ, કાર, મોબાઈલ સહિત 5,61,600નો મુદામાલ કબજે કર્યો છે.
બુટલેગરની શોધખોળ