બાળકો માટે મોબાઈલ જ સર્વસ્વ
સૌરાષ્ટ્ર યુનિ.ના મનોવિજ્ઞાન ભવનના હેડ ડો.યોગેશ જોગસણના માર્ગદર્શન હેઠળ પ્રોફેસર ડો. ડિમ્પલ રામાણીનો 1134 લોકો પર સરવે
- Advertisement -
માતા-પિતાના વધુ પડતા લાડના કારણે નાના બાળકો મોબાઈલના વ્યસની બન્યા
ખાસ-ખબર સંવાદદાતા
આજના સમયમાં નાના બાળકોની સૌથી મોટી સમસ્યા એ છે કે, તેને મોબાઈલની લત લાગી ગઈ છે. જેના પર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના હેડ ડો.યોગેશ જોગસણના માર્ગદર્શન હેઠળ પ્રોફેસર ડો. ડિમ્પલ રામાણીનો 1134 લોકો પર સરવે કર્યો છે જેમાં ચોંકાવાનારા તથ્યો બહાર આવ્યા છે.
બાળકના વર્તન સમસ્યાઓ વધી રહી છે. વિકાસ અને ટેક્નોલોજીના આ બદલાતા યુગમાં મોબાઈલ માનવ જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. કોઈ એક ક્ષણ માટે પણ તેને પોતાની પાસેથી છીનવી લેવા માંગતું નથી. આનું પરિણામ એ આવ્યું છે કે આજે નાના બાળકો પણ તેમના માતા-પિતાની દેખરેખમાં આના વ્યસની બની ગયા છે, બાળકોનું જીવન જાણે મોબાઈલ વિનાનું અધૂરું. મોબાઈલ વિના બાળકો રહેતા જ નથી. નાનપણથી જ મોબાઈલની જીદ દિવસે દિવસે બાળકોમાં વધતી જાય છે. ગમેતેમ કરી મોબાઈલ આપે તો જ હોમવર્ક કરવું, જમવું વગેરે આ બધી બાબત માતાપિતાને હવે ખુબ અઘરી લાગે છે. માતાપિતાને પણ અફસોસ થાય છે કે બાળકોને ફોન આપ્યા એ અમારી મોટામાં મોટી ભૂલ, પણ શું કરીએ ઓનલાઇન લેક્ચર હતા એટલે ફોન આપવો એ પણ જરૂરી બની ગયું હતું. મોબાઈલને કારણે માતાપિતામા ટેંશન, ચિંતા, મૂંઝવણ જોવા મળે છે.
- Advertisement -
કેટલાક બાળકો પાસેથી મળેલા પ્રશ્રોના જવાબો
82% બાળકોને મોબાઈલ જ ગમે છે. મોબાઈલ સિવાય બીજું કશું દેખાતું નથી.
93% બાળકોને મોબાઈલની સાથે મોબાઈલમા ગેમ્સ રમવી જ ગમે છે આઉટડોર ગેમ્સ બાળકોને પસંદ જ નથી
78% બાળકોને મોબાઈલની સાથે જ જમવાની આદત છે.
73% બાળકોને શાળાએ મોબાઈલ યાદ આવે, જાણે મોબાઈલ વિના રહી નથી શકતા.
77% બાળકો શાળાએથી ઘરે આવતાની સાથે ફ્રેશ થવાને બદલે મોબાઈલ જ પહેલો હાથમા લે છે.
64% બાળકો ઊંઘમાં પણ મોબાઈલનું રટણ રટે છે.
77% બાળકો મોબાઈલને કારણે સુવાની ટેવ મોડી થતી જોવા મળી.
89% બાળકો મોબાઈલને કારણે હોમવર્ક કરવામાં આળસ કરે છે.
83% બાળકોમાં મોબાઈલને કારણે આંખોની મુશ્કેલીઓ જોવા મળી.
67% બાળકોમાં મોબાઈલને કારણે બેહુદું વર્તન કરતા શીખી ગયા જોવા મળેલ છે.
માતા પિતાની ફરિયાદો
– મોબાઈલને કારણે બાળકો સરખું જમતા પણ નથી.
– જેથી બીજે દિવસે સ્કૂલે જવા માટે સવારે ઉઠવામાં પણ પ્રોબ્લેમ.
– મોબાઈલ સાથે એકલા રહેવાનો આગ્રહ.
– મોબાઈલ લઇ લેવામાં આવે તો ચીસો પાડવા લાગે, રાડો નાખી ધમપછાડા કરવા લાગે.
– મોબાઈલને કારણે ચશ્માં આવી જવા અને નંબર વઘી જવાની સમસ્યા વઘી ગઈ
– શાળાએથી શિક્ષકોની પણ ફરિયાદો કે ભણવામાં ધ્યાન ન આપવું.
– વર્તનમા પરિવર્તન