જૂનાગઢમાં પોલીસ અને આરટીઓની હેલ્મેટ ડ્રાઇવ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.23
રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની થીમ પરવાહ અંતર્ગત જુનાગઢ સીટી ડીવાયએસપી હિતેશ ધાંધલ્યા દ્વારા 5 ટીમ બનાવી સરકારી કચેરીઓએ ફરજનાં સ્થળે આવ-જા સમયે દ્વિ ચક્રી વ્હીકલનો ઉપયોગ કરતા કર્મચારીઓ સહિતનાને હેલ્મેટ ફરજિયાત પહેરવા અને ફોર વ્હીલરમાં સીટ બેલ્ટ પહેરવા સૂચના આપી હતી અને ભંગ કરનાર સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. જીગા મેજિસ્ટ્રેટ, એસપી, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા કચેરી, કોર્ટ પરિસર અન્ય કચેરીઓ નજીક વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું. અને હેલ્મેટના 45 કેસ કરી 22,500નો દંડ વસૂલવામાં આવ્યો હતો સાથે સાથે સીટબેલ્ટ બાંધેલ ન હોય એવા પાંચ વાહન ચાલક સામે પણ કાર્યવાહી કરી 2,500નો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ કામગીરીમાં ટ્રાફિકના મહિલા પીઆઈ એચ. કે. હુંબલ વગેરે જોડાયા હતા.