ચૂંટણીમાં પૂર્વ મુખ્યપ્રધાન, ફિલ્મ સ્ટાર, રાજકીય કાર્યકર્તા અને હાઈકોર્ટના એક પૂર્વ જજ સહિત 280 એવા વિજેતા છે જે પ્રથમ વખત લોકસભાના સભ્ય બનશે.
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.7
- Advertisement -
ઉત્તરપ્રદેશના 80 પૈકી 45 સાંસદો પ્રથમ વખત ચૂંટાઈને આવ્યા છે. જેમાં ટેલિવિઝન સિરિયલ રામાયણમાં ભગવાન રામની ભૂમિકા ભજવનારા અરૂણ ગોવિલ (મરઠ), અમેઠીમાં સ્મૃતિ ઈરાનીને હરાવનારા કોંગ્રેસના કિશોરીલાલ શર્મા, નગીના બેઠક પરથી ચૂંટાયેલા દલિત અધિકારી કાર્યકર્તા તથા આઝાદ સમાજ પાર્ટીના નેતા ચંદ્રશેખર આઝાદ સામેલ છે.
મહારાષ્ટ્રમાંથી 33 સાંસદો પ્રથમ વખત ચૂંટાઈને આવ્યા છે. જેમાં સ્કુલ શિક્ષક ભાગરે પણ સામેલ છે. જેમને એનસીપી (શરદચંદ્ર પવાર)એ ડીંડોરીની આદિવાસી બેઠક પરથી ટિકિટ આપી હતી. તેમને ભાજપ નેતા ભારતી પવારને હરાવ્યા હતા. મહારાષ્ટ્રમાંથી પ્રથમ વખત લોકસભા પહોંચેલા સભ્યોમાં મુંબઈના ઉત્તરથી ભાજપના પિયુષ ગોયલ, અમરાવતીથી કોંગ્રેસ નેતા બળવંત વાનખેડે, અકોલાથી પૂર્વ કેન્દ્રીય પ્રધાન સંજય ધોત્રે અને સાંગલીથી અપક્ષ ઉમેદવાર વિશાલ પાટીલ સામેલ છે.
પ્રથમ વખત લોકસભા પહોંચનાર પૂર્વ મુખ્યપ્રધાન
પ્રથમ વખત લોકસભા પહોંચનાર પૂર્વ મુખ્યપ્રધાનમાં નારાયણે (રત્નાગિરી-મહારાષ્ટ્ર), ત્રિવેન્દ્રસિંહ રાવત (હરિદ્વાર-ઉત્તરાખંડ), મનોહરલાલ (કરનાર-હરિયાણા), બિપ્લવ કુમાત દેબ (પશ્ચિમ ત્રિપુરા), જીતનરામ માંઝી (ગયા-બિહાર), બસવરાજ બોમ્મઈ (હાવેરી-કર્નાટક), જગદીશ શેટ્ટાર (બેલગામ-કર્નાટક), ચરણજીત સિંહ ચન્ની (જલંધર-પંજાબ), સામેલ છે.
- Advertisement -
પ્રથમ વખત લોકસભા પહોંચનારા અભિનેતા
પ્રથમ વખત લોકસભા પહોંચનારા અભિનય સાથે સંકળાયેલા લોકોમાં કેરળની ત્રિશુર બેઠક પરથી સુરેશ ગોપી અને હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરથી કંગના રનૌત સામેલ છે.
પ્રથમ વખત લોકસભા પહોંચનારા રાજ્યસભા સાંસદો
પ્રથમ વખત લોકસભા પહોંચનારા રાજ્યસભા સાંસદોમાં અનીલ દેસાઈ(શિવસેના-યુબીટી), ભુપેન્દ્ર યાદવ, ધર્મેન્દ્ર પ્રધાન, મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલા સામેલ છે.
પ્રથમ વખત લોકસભા સાંસદ બનનાર રાજવી પરિવારના સભ્યો
કોલકાતા હાઈકોર્ટ પૂર્વ જજ અભિજિત ગંગોપાધ્યાય પશ્ચિમ બંગાળની તાલમુક લોકસભા બેઠક પરથી પ્રથમ વખત લોકસભાના સાંસદ બન્યા છે. પ્રથમ વખત લોકસભાના સાંસદ બનનાર રાજવી પરિવારના સભ્યોમાં છત્રપતિ શાહુ (કોલ્હાપુરી), યદુવીર કૃષ્ણદત્ત ચામરાજા વાડીયાર (મૈસૂર) અને કૃતિ દેવી દેવબર્મન (ત્રિપુરા પૂર્વ) છે.