2 દિવસ સુધી ચાલેલા ખેલ મહાકુંભમાં વિજેતા થયેલા ખેલાડીઓ રાજ્યકક્ષાએ રમવા જશે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.29
ધ્રાંગધ્રાના ઝાલાવાડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાનો ખેલ મહાકુંભનો એથ્લેટિકની ટુર્નામેન્ટનો પ્રારંભ પૂર્વ મંત્રી આઈ.કે. જાડેજા અને નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ નિશાંતભાઈ પ્રજાપતિ જિલ્લા પંચાયતના સભ્ય મોહનભાઈ ડોરીયા, છોટુભાઈ ઝાલા સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. આમ એથ્લેટિકમાં જુદી જુદી રમતોમાં કુલ 556 ખેલાડીએ ભાગ લીધો હતો.
- Advertisement -
વિજેતા ખેલાડીઓને મોમેન્ટો અને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિજેતાઓ ખેલાડીઓ રાજ્યકક્ષાએ ભાગ લેવા માટે જશે ત્યારે આ પ્રસંગે આ આઈ.કે. જાડેજાએ જણાવ્યું કે દરેક ખેલાડીઓ વિજેતા છે અને ખેલાડીએ ખેલદિલીની ભાવનાથી આ ભાગ લેવો જોઈએ. આમ ભવિષ્યમાં પણ પોતાના શરીર માટે પણ રમત જરૂરી છે. દરેક વિજેતાઓને અને ભાગ લેનારને અભિનંદન આપ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નિલેશભાઈ પંડ્યા, ધર્મરાજસિંહ જાડેજા, મુકેશભાઈ કલોતરા સહિતના જહેમત ઊઠાવી હતી.
સુરેન્દ્રનગર જિલ્લાના ખેલ મહાકુંભ ચાલી રહ્યો છે. જેમાં તારીખ 25, 26 જાન્યુઆરીએ એમ.પી.શાહ કોમર્સ કોલેજમાં ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત શૂટિંગ બોલનું આયોજન કરાયું હતું. તા. 25મીએ ઓપન એજની કુલ 10 ટીમે ભાગ લીધો હતો. જેમાં દિવ્ય દર્શન ટેકનિકલ ટીમ અને વઢવાણ સ્પોર્ટ્સ ફાઇનલમાં આવેલ જેમાં બેસ્ટ ઓફ થ્રીના મુકાબલામાં દિવ્ય દર્શન 2 – 0 વિજેતા થઈ હતી. તા. 26મીએ અબવ 40મા 8 ટીમે ભાગ લીધો હતો. જેમાં સુરેન્દ્રનગર ટેકનિકલ ટેકનિકલ ટીમ 2 – 1 થી મેચ જીતી પ્રથમ નંબરે આવી હતી. ઓપન એજની ટીમને બંને ટીમના કોચ રણછોડભાઈ પટેલે અભિનંદન આપ્યા હતા.