જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં કેસર કેરીના 15 હજાર બોક્ષની હરાજી થઇ
10 કિલો કેરીના બોક્ષનો ભાવ રૂા. 600થી 900
ખાસ-ખબર સંવાદદાતા
ગીરની વિશ્વ વિખ્યાત કેસર કેરીની આવકમાં 50 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં 10 કિલો બોક્ષના 600 થી 900 રૂપીયાનો ભાવ જોવા મળ્યો. 1 જૂન સુધી કેરીની આવક જોવા મળશે ત્યાર બાદ આવક ઓછી થશે.
જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં કેસર કેરીના 15 હજાર બોક્ષની હરાજી થઇ હતી જેમાં 10 કિલો કેરીના બોક્ષનો ભાવ 600 થી 900 રૂપીયા જોવા મળ્યા હતા.
ગત વર્ષે 30 હજાર બોક્ષની આવક હતી. ત્યારે આ વર્ષે 15 હજાર બોક્ષની આવક જોવા મળતા
50 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
તૌકતે વાવાઝોડાની અસર અને સાથે હવામાન અનુકળ નહીં આવતા આ વર્ષે કેસર કેરીની આવક સતત ઘટી રહી છે. તેની સામે યાર્ડના હોલસેલ વેપારીના મતે 1 જૂન સુધી કેસર કેરીની આવક જોવા મળશે ત્યારબાદ કેરીની આવક ઓછી થતી જશે અને ભાવ પણ ઘટશે.
હવે કેરીની આવકમાં થોડો વધારો થયો ત્યારે કેસર કેરીના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
ગીરની સ્પેશિયલ કેસર કેરીની આવકમાં 50 ટકાનો ઘટાડો
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2022/05/377795-kesar-mango.webp)