ઈઝરાયેલ પેલેસ્ટાઈન વચ્ચેના યુદ્ધનો અંત લાવવાનાં પ્રયાસો સફળ થવાના સંકેત હોય તેમ ઈઝરાયેલે સંઘર્ષ રોકવાની શરતી તૈયારીઓ દર્શાવી છે. બે મહિના માટે યુદ્ધ રોકવાનાં પ્રસ્તાવ સાથે ઈઝરાયેલે જ આ દિશામાં પહેલ કરી છે. મધ્યસ્થીની ભૂમિકા ભજવતા કતાર મારફત આ દરખાસ્ત મોકલવામા આવી છે.
ઈઝરાયેલનાં પ્રસ્તાવમાં ગાઝામાં બંધક તમામને મુકત કરવાની શરત રાખવામાં આવી છે.બંધકોનાં પરિવાર દ્વારા ઈઝરાયેલ સરકાર પર પ્રચંડ દબાણ આવતા તે ઢીલુ પડવાની અટકળો છે.
- Advertisement -
બંધકોના પરિવારોની ધીરજ ખૂટી હોય તેમ ગઈકાલે સંસદની બેઠકમાં ઘૂસી ગયા હતા.હમાસ બંધકોને મારી રહ્યું છે અને તમે માત્ર બેઠકો કરતાં હોવાનો આક્રોશ ઠાલવ્યો હતો. બંધકોને છોડાવવાની માંગ સાથે દેખાવો પણ કર્યા હતા.
બીજી તરફ ઈઝરાયેલે ગાઝાપટીમાં ભીષણ બોંબમારો કર્યો હતો અને તેમાં 50 જેટલા પેલેસ્ટાઈની નાગરીકોના મોત નીપજયા હતા.