વધતી જતી ગરમીને પગલે એસીનો ઉપયોગ અગાઉની તુલનામાં વધ્યો છે.તેમ છતા એસી હજુ પણ આમજનની પહોંચની બહાર છે.ભીષણ ગરમીમાં રાહત આપનાર દેશના અડધા ભાગના એસી પાંચ ટકા ધનવાનો પાસે છે.મલ્ટીપલ ઈન્ડીકેટર સર્વે (એદઆઈએસ) અનુસાર દેશનાં મુખ્ય પાંચ ટકા અમીર દેશભરમાં મોજુદ કુલ 53 ટકા એસીનો ઉપયોગ કરે છે જયારે મુખ્ય 10 ટકા અમીરો પાસે કુલ 72 ટકા એસી છે જે તેમના આવાસોમાં લાગ્યા છે. આ સર્વે 2020-21 માં કરવામાં આવ્યો હતો. જે એસી સંબંધીત પહેલો અધિકૃત આંકડો છે.
- Advertisement -
ઝુંપડીઓ વધુ ગરમ
એસી ઉપયોગ કરનારાની સંખ્યાથી ખબર પડે છે કે તે મોટે ભાગે શહેરી સુવિધા છે. 12.6 ટકા શહેરી પરિવારોની તુલનામાં માત્ર 1.2 ટકા ગ્રામીણ પરિવારો પાસે એસી છે.વર્લ્ડ રિસોર્સીઝ ઈન્સ્ટીટયુટ (ડબલ્યુઆરઆઈ) દ્વારા મુંબઈમાં કરવામાં આવેલ એક અધ્યયનમાં જાણવા મળ્યુ કે ઝુંપડપટ્ટીઓમાં પડોશની હાઉસીંગ સોસાયટીઓની તુલનામાં પાંચથી છ ડીગ્રી સેલ્સીયસ વધુ ગરમ હોય છે.
ખરીદવાને બદલે ભાડે લેવાય છે એસી
દરેક પરિવાર એક્લો એસી પર ભારે રકમ ખર્ચવા તૈયાર નથી આથી અનુમાન લગાવવામાં આવે છે કે આવા પરીવાર એસી ખરીદવાને બદલે ભાડે લેવામાં રસ દાખવે છે.