સાયબર ક્રાઇમ પોલીસે વધુ બે આરોપીઓની કરી ધરપકડ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં રહેતા બેંક કર્મચારીને સાઈડ ઇન્કમની લાલચ આપી 50.89 લાખની છેતરપીંડી કરવાના સાડા ત્રણ મહિના પૂર્વે નોંધાયેલા ગુનામાં સાયબર ક્રાઈમ પોલીસે વધુ બે આરોપીને દબોચી લેતા ધરપકડનો આંક 8 ઉપર પહોચ્યો છે.
- Advertisement -
રાજકોટની રાજલક્ષ્મી સોસાયટીમાં રહેતા અને કોટક સિક્યુરીટીમાં નોકરી કરતા જયમીનભાઈ પરસાણાએ ગત 9 ઓક્ટોબરના રોજ સાયબર ક્રાઈમ પોલીસમાં 50.89 લાખની છેતરપીંડી અંગે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને સાઈડ ઇન્કમની લાલચ આપી જુદા જુદા ટેલીગ્રામ ગૃપમાં એડ કરી 150થી શરૂઆત કરી 5 હજાર સુધીનું વળતર આપી કટકે કટકે 50.89 લાખ રૂપિયા પડાવી લીધાનું જણાવતા સાયબર ક્રાઈમ પોલીસ મથકના પીઆઈ પઢીયાર સહિતે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અગાઉ ધોરાજીના જાવીદ કદર બીડીવાલા, રાજકોટના અરમાન રૂસ્તમભાઈ શેખ, અરવિંદ લઘરા સોલંકી, સાહિલ ફિરોઝભાઈ કોચલીયા, જુનાગઢના ધવલ દિનેશભાઈ મુછડિયા અને બોટાદના સંજય વિઠ્ઠલભાઈ ઝાપડિયાની ધરપકડ કરી હતી આ ગુનામાં વધુ બે આરોપી રાજકોટના હાર્દિક ઉર્ફે રવી રાજેશભાઈ પરમાર અને ધોરાજીના નવાઝ ઉર્ફે બાપુ જ્ઞરૂકભાઈ બુખારીની ધરપકડ કરતા કુલ આંકડો 8 સુધી પહોચ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે સાયબર ગઠીયાઓ કોઈને કોઈ લોભામણી સ્કીમ આપીને સારુ વળતર મળશે તેવુ જણાવી અગાઉ ફાયદો કરાવી વધુ રોકાણ કરવાથી વધુ નફો મળશે. તેવું કહી લોકોને પોતાની જાળમાં ફસાવતા હોય છે. આવા સાયબર ગઠીયાઓથી બચીને રહેવા સાયબર ક્રાઈમ પોલીસ
દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે.



