ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં કોરોનાથી પાંચ વર્ષની બાળકીના મોતનો મામલો સામે આવ્યો છે. બાળકીમાં કોરોનાના હળવા લક્ષણો હતા.તેમને જામનગરની ગુરુ ગોવિંદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મહત્વનું છે કે 100 દિવસ બાદ રાજ્યમાં પ્રથમ મોત નોંધાયુ છે.
- Advertisement -
બાળકીના મૃત્યુ બાદ તેના પિતાને હોમ આઈસોલેટ કરી દેવામાં આવ્યા છે. તેની સાથે જ બાળકીના સેમ્પલ ડઊ વેરિઅન્ટ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 19 નવા કેસ નોંધાયા છે.તમને જણાવી દઈએ કે ગુજરાતમાં કોરોનાના XE વેરિઅન્ટનો એક દર્દી મળી આવ્યો છે. માર્ચના બીજા અઠવાડિયામાં, કોરોના પોઝિટિવ મળી આવેલા દર્દીમાં લગભગ એક મહિના પછી ડઊ વેરિઅન્ટની પુષ્ટિ થઈ હતી. કોરોના પોઝિટિવ આવ્યાના એક અઠવાડિયા સુધી તેમની સ્થિતિ સારી હતી પરંતુ એક મહિના પછી રિપોર્ટમાં XE વેરિઅન્ટની પુષ્ટિ થઈ હતી.
દેશમાં ફરી એકવાર કોવિડ-19ના કેસ ઝડપથી વધવા લાગ્યા છે, જેના કારણે આરોગ્ય વિભાગની ચિંતા વધી ગઈ છે. છેલ્લા લગભગ 2 વર્ષથી Covid-19 ના નવા પ્રકારો સતત સામે આવી રહ્યા છે. થોડા સમય પહેલા ભારતમાં કોરોનાના નવા વેરિઅન્ટ ડઊએ પણ 2 રાજ્યો (ગુજરાત અને મહારાષ્ટ્ર)માં દસ્તક આપી છે.