વઢવાણ પંથકમાં ખરીદી વેચાણની કામગીરી સરળ બનાવવા માંગ
ચણા, રાયડાની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની જાહેરાત કરાઇ છે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.21
સુરેન્દ્રનગર જિલ્લામાં ચણા અને રાયડાના ટેકાના ભાવની ખરીદી માટેની નોંધણી તારીખો જાહેર કરાઇ છે. જેમાં 9 માર્ચ સુધીમાં ખેડૂતોએ ઓનલાઇન નોંધણી કરાવવા જણાવવામાં આવ્યું છે. પરંતુ ઓનલાઈન રજિસ્ટર કે નોંધણી થતી નથી. આ ઉપરાંત વઢવાણ તાલુકાના 5 ગામો મહાપાલિકામાં આવતા ક્યાં કોની પાસે નોંધણી કરાવવી તેની મૂંઝવણમાં મૂકાયા છે. 2024-25માં પ્રાઈઝ સપોર્ટ સ્કીમ ટેકાના ભાવ યોજના હેઠળ ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી કરવાનું આયોજન છે. ઓનલાઈન રજિસ્ટ્રેશન તા.18-2થી તા.9-3 દિન-20 સુધી ગ્રામ્યકક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી વિલેજ કમ્પ્યૂટર એન્ટરપ્રિન્યોર વીસીઇ મારફતે થશે.
જ્યારે વઢવાણના માલોદ, ખેરાળી, મૂલચંદ, ખમીસાણાનો સમાવેશ મનપામાં કરાયો છે. આથી વીસીઇ ન હોવાથી ક્યાં કોની પાસે નોંધણી કરાલવી તેની મૂંઝવણ છે. આ અંગે છગનભાઇ પટેલ, અસવાર માધવસિંહ વગેરેએ જણાવ્યું કે વઢવાણના 5 ગામો માટે નવી વ્યવસ્થા કરવી જોઈએ. રાજ્યમાં ચણા અને રાયડાની ખરીદી તા.14-3ના રોજથી કરાશે.
- Advertisement -