દિલ્હી-મધ્ય પ્રદેશ સહિત 4 રાજ્યોમાંથી 5 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ: IED બનાવવાની સામગ્રી મળી: સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાની હેન્ડલરોના સંપર્કમાં હતા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને કેન્દ્રીય એજન્સીઓએ અનેક રાજ્યોમાં દરોડા પાડીને ઈંજઈંજના એક મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે અને 5 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે. શંકાસ્પદ આતંકવાદીઓ પાસેથી ઈંઊઉ બનાવવા માટે વપરાતી સામગ્રી પણ મળી આવી છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે 5 શંકાસ્પદોમાંથી બે દિલ્હીના છે અને એક-એક મધ્યપ્રદેશ, તેલંગાણાના હૈદરાબાદ અને ઝારખંડના રાંચીનો છે. રાંચીથી ગ્રુપ હેડ અશરફ દાનિશ અને દિલ્હીથી આફતાબ, સુફિયાન નામના યુવાનોની ધરપકડ કરવામાં આવી છે.
અશરફ દાનિશ ભારતમાંથી આતંકવાદી મોડ્યુલ ચલાવતો હતો. રાંચીમાં તેના ઠેકાણામાંથી એક દેશી બનાવટની પિસ્તોલ, કારતૂસ, હાઇડ્રોક્લોરિક એસિડ, નાઈટ્રિક એસિડ, સલ્ફર પાવડર જેવા રસાયણો, કોપર શીટ્સ, બોલ બેરિંગ્સ, સ્ટ્રીપ વાયર, ઇલેક્ટ્રોનિક સર્કિટ, લેપટોપ, મોબાઇલ ફોન અને રોકડ રકમ મળી આવી છે.
- Advertisement -
આફતાબ અને સુફિયાન મુંબઈના રહેવાસી છે. સ્પેશિયલ સેલે મુંબઈમાં તેમના ઠેકાણાઓ પર પણ દરોડા પાડ્યા છે. ત્યાંથી પણ હથિયારો અને ઈંઊઉ બનાવવાની સામગ્રી મળી આવી છે. બધા શંકાસ્પદ આતંકવાદીઓ સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા પાકિસ્તાન સ્થિત હેન્ડલર્સ સાથે સંપર્કમાં હતા. દિલ્હી પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે શંકાસ્પદ આતંકવાદીઓ ભારતમાં એક મોટો આતંકવાદી હુમલો કરવાનો પ્લાન ઘડી રહ્યા હતા.