ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.4
જૂનાગઢ તાલુકાના ઝાલણસરમાં આવેલા શ્રીધામ ગુરૂકુળના સંચાલક સ્વામી વિજયપ્રકાશ ગુરૂ મોહનપ્રકાશ સ્વામી પર ગત તા.ર4 દહેગામ પંથકમાં જમીનની લેતીદેતીના મુદ્દે પીએસઆઇના પતિ રાજકોટના જસ્મીન બાલાશંકર માઢક, જય કિશોર મોલીયા, પ્રકાશ કરશન વાઘ, પ્રદ્ધુમ્નસિંહ મયુરસિંહા સરવૈયા અને રામ જાદવ મોરે ગાળોઆપી પોલીસમાં ફિટ કરારવી દેવાની ધમકી આપી હુમલો કર્યો હતો અને આ અંગેનો વિડીયો ઉતાી લીધો હતો. આ વિડીયો વાયરલ થયા બાદ વિજયપ્રકાશ સ્વામીએ ફરિયાદ કરી હતી. તાલુકા પોલીસે પીએસઆઇ પતિ જસ્મીન બાલા શંકર કાઢક, જય કિશો મોલીયા, પ્રકાશ કરશન વાઘ, પ્રદ્યુમ્નસિંહ સરવૈયા અને રાજ જાદવ મોરની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કર્યા હતા.