રીચ ચોકડી પાસે પોલીસે રેડ કરી 27,550નો મુદ્દામાલ જપ્ત કર્યો
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
- Advertisement -
વાંકાનેર તાલુકા પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને વીરપર-માટેલ રોડ પર જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને ઝડપી પાડ્યા છે.
વાંકાનેર તાલુકા પોલીસ ટીમે રીચ ચોકડી પાસે વોચ ગોઠવીને ઓરડી પાછળ જુગાર રમતા દિનેશ જખાણીયા, બાબુ સારલા, ઉમેશ બાવરવા, વજુ સાડમીયા અને રાજુ ચૌહાણને ઝડપી લીધા હતા.
પોલીસે જુગારીઓ પાસેથી રોકડ રૂ. 19,050 અને 5 નંગ મોબાઈલ (કિંમત રૂ. 8,500) સહિત કુલ રૂ. 27,550નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



