જમ્મૂ-કાશ્મીરના કુપવાડા જિલ્લાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જે ભાડેના એક મકાનમાં એક જ પરિવારના પાંચ સભ્યોની સંદિગ્ધ હાલતમાં મૃત્યુ પામ્યા હતા. મૃત્યુ પામનારમાં એક પતિ-પત્ની અને ત્રણ બાળકો સામેલ છે. આ પરિવાર ઉત્તરપ્રદેશના બિજનૌરનો રહેવાસી હતો, પોલીસ તપાસમાં જોડાયેલી છે.
પતિ-પત્ની અને ત્રણ બાળકો, પાંચ સભ્યોના મૃતદેહો ભાડેના એક મકાનામાં મળ્યા હતા. કેસ જમ્મૂ-કાશ્મીરના કુપવાડા જિલ્લાનો છે. મૃત્યુ પામનાર એક બાળકો 1 કે 2 દિવસનું હતું અને બીજા બે બાળકોની ઉંમર 5થી 7 વર્ષની આસપાસ હતી. જયારે બાળકોના પિતાની ઉંમર 35 અને માતાની ઉંમર 30 હતી. આ સમગ્ર પરિવાર ઉત્તરપ્રદેશના બિજનૌરનો રહેવાસી હતો. જે કામ કાજ માટે જમ્મૂ-કાશ્મીરના કુપવાડામાં ભાડે મકાનમાં રહેતા હતા. સ્થાનિક લોકોની સૂચના મળતા પોલીસ તપાસમાં લાગી ગઇ છે.
- Advertisement -
J&K | Five members of a family were found dead in Kupwara
I reached here in an ambulance & saw 5 people lying dead in a room incl 3 children in which two were 5-7 year old and one was 2 days old. Cause of death can be due to monoxide poisoning: Mohd Shafi, BMO Kralpora (08.02) pic.twitter.com/lEB3KMCG0g
— ANI (@ANI) February 9, 2023
- Advertisement -
પ્રાથમિક તપાસમાં મૃત્યુનું કારણ બેહોશ થયાનું બહાર આવ્યું
જમ્મૂ-કાશ્મીર પોલીસએ જણાવ્યું કે, માજિદ અંસારી અને તેમના પરિવારના ચાર સભ્યોનો કુપવાડા જિલ્લાના ક્રાલપોરામાં તેમના પાડોસિયોએ ભાડેના ઘરમાં બેહોશ મળ્યા અને તેમના પાડોસિયોએ સ્થાનિક ડોક્ટરની મદદ લીધી. તેમણે કહ્યું કે, તપાસમાં પાંચ વ્યક્તિને મૃત જાહેર કર્યો છે. મૃત્યુનું પ્રાથમિક કારણ બેહોશી છે, જ્યારે પોલીસએ પૂછપરછની કાર્યવાહી ચાલુ કરી દીધી છે.