24 કલાકમાં નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં ધરખમ વધારો
સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં 24 કલાકમાં ધરખમ વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટી 3 મીટર વધી છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટી 131 મીટર પર પહોંચી ગઈ હતી. ઉપરવાસમાંથી 4, 23 .270 ક્યુસેક પાણીની આવક હજુ પણ ચાલુ છે. જેને કારણે આજે 11.30 કલાકે નર્મદા ડેમ તંત્ર દ્વારા 5 ગેટ ખોલવામાં આવ્યા છે. અને હજુ પણ ઉપરવાસમાંથી પાણીની આવક ચાલુ હોવાથી વધુ 3 થી 4 ગેટ ખોલવામાં આવશે.
- Advertisement -
પાણીની આવક પ્રમાણે ગેટ વધારવા ઘટાડવાનું નક્કી નર્મદા તંત્ર.દ્વારા કરવામાં આવ્યું છે. રિવરબેડ પાવરહાઉસના 6 ટર્બાઇનો ધમધમી ઉઠ્યા છે પાવરહાઉસમાંથી 43,755 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. કેનાલ હેડ પાવરહાઉસમાંથી 14,097 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. એટલે નર્મદા નદીમાં 1.39 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવે છે.જ્યારે દરવાજા ખોલી 1.39 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યો છે. આવો આહલાદક દૃશ્ય જોઈ પ્રવાસી પણ મંત્રમુગ્ધ થઈ જતાં જોવા મળેછે.
જોકે હાલ આ 1.39 લાખ સ્યુસેક પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે અને જેને લઈ નર્મદા પોલીસ ભરૂચ પોલીસ અને વડોદરા પોલીસ દ્વારા નર્મદા નદી કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરી કોઈ પણ વ્યક્તિ નર્મદા નદીમાં ન જાય માટે સુરક્ષા વ્યવસ્થામાં મૂકી દેવામાં આવ્યા છે.