યાત્રાધામ અંબાજી નજીક એક ભયાનક અકસ્માતની ઘટના બની છે. જેમાં અંબાજી-દાંતા રોડ પર લકઝરી બસ પલટી મારી જતા પાચ લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. જ્યારે 25 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સીએમ ભૂપેન્દ્ર પટેલે સંવેદના વ્યક્ત કરી
- Advertisement -
અકસ્માતની ઘટના પર સીએમ ભૂપેન્દ્ર પટેલે સંવેદના વ્યક્ત કરી છે. સત્તાવાર એકસ પર પોસ્ટ કરીને લખ્યું છે કે ‘યાત્રાધામ અંબાજી નજીક ત્રિશૂળિયા ઘાટ પાસે લક્ઝરી બસને થયેલ અકસ્માતની ઘટના અત્યંત દુઃખદ છે. અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોના સ્વજનો પ્રત્યે સંવેદનાની લાગણી વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું.’
108 અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી
અકસ્માતની ઘટનાની જાણ થતા જ 108 અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. આ અક્સ્માતમાં પાંચ લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે જ્યારે 25થી વધારે લોકોની નાની મોટી ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને 108 મારફતે વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
- Advertisement -
ઈજાગ્રસ્તોને પાલનપુર સિવિલમાં રિફર કરવામાં આવ્યા
સૂત્રોપાસેથી મળતી માહિતી મુજબ અકસ્માતની ઘટના દાંતા-અંબાજીના રસ્તે ત્રિશુળીયા ઘાટ પાસે વ્યુ પોઇન્ટ પર બની છે. બસ અંબાજીથી દાંતા જઈ રહી હતી તે દરમિયાન અકસ્માતની ઘટના બની છે. હાલ ઈજાગ્રસ્તોને પાલનપુર સિવિલમાં રિફર કરવામાં આવ્યા છે, જ્યાં 20થી વધુ તબીબોની ટીમ તૈનાત રાખવામાં આવી છે.