- ડ્રગ્સની હેરાફેરી અંગે કેટલીક ચોકાવનારી હકિકત સામે આવે તેવી શકયતા
- બે દિવસ પૂર્વે અરબી સમુદ્રમાંથી નશીલા પદાર્થ સાથે સુરક્ષા અજેન્સીઓ એ ઝડપી લીધા હતા
- પોરબંદરની કોર્ટમાં 7 દિવસના રિમાન્ડની માંગ કરી હતી
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.1
અરબી સમુદ્રમા નશીલા પદાર્થની હેરફેરી કરનારા સામે સુરક્ષા એજન્સીઓ ચોકકની બની છે. ત્યારે બે દિવસમા ત્રણ સફળ ઓપેરશન પાર પાડી અને કરોડો રૂપીયાનો નશીલો પદાર્થ ઝડપી લેવામાં સફળતા મળી છે. 86 કિલો ડ્રગ્સ સાથે ઝડપાયેલા 14 પાકિસ્તાનીઓને ગઈકાલે પોરબંદરની કોર્ટમાં 7 દિવસના રીમાન્ડની માંગણી સાથે 2જુ ક2વામા આવ્યા હતા અને અદાલતે 5 દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા આ કેસની તપાસ એનસીબી કરી રહ્યું છે.
રીમાન્ડ દરમ્યાન ડ્રગ્સની હેરાફેરીને લઇ કેટલીક ચોંકાવનારી હકિકતો બહાર આવશે તેવુ મનાઇ રહ્યુ છે. અરબી સમુદ્રમા કોસ્ટગાર્ડ, ગઈઇ અને ગુજરાત અઝજ દ્વારા ખાસ ઓપરેશન હાથ ધરી અને 14 જેટલા પાકિસ્તાનીઓને ઝડપી લેવામા આવ્યા હતા જેના રીમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.