8 લાખથી વધુ શ્રઘ્ધાળુઓ ઉમટ્યા
ખાસ-ખબર સંવાદદાતા
સોમનાથ સાનિધ્યે કાર્તિકી પૂર્ણિમાના મેળાનો તા.3થી પ્રારંભ થયો હતો.જેમાં પ્રથમ દિવસે નહિવત લોકો મેળો માણવા આવ્યા હતા.ઉપરાંત મોટા ભાગની રાઇડ્સ પણ મંજૂરી ન મળવાના કારણે બંધ રહી હતી.
- Advertisement -
જ્યારે બીજા દિવસે અંદાજે 25 એકરમાં આવેલ સદભાવના મેદાનમાં લોકોનું કીડિયારું ઉભરી આવ્યું હતું અને મેદાન ટૂંકું પડ્યું હતું.તદુપરાંત બીજા દિવસે તમામ રાઇડ્સ શરૂ થતાં વેપારીઓએ હાશકારો અનુભવ્યો હતો અને લોકોએ પણ મજા માણી હતી. સોમનાથ સાનિધ્યે કાર્તિકી પૂર્ણિમાનો પાંચ દિવસીય મેળો સંપન્ન થયો છે.લગભગ 8 લાખથી વધુ સહેલાણીઓ પાંચ દિવસ દરમિયાન મેળામાં ઉમટ્યા હતા.લોકોએ વિવિધ રાઈડ્સ, ખાણી – પીણીના સ્ટોલ, રાજકોટ મધ્યસ્થ જેલના ભજીયા અને સાંસ્કૃતિક કાર્યક્રમોની મોજ માણી હતી.ખાસ કરીને શનિવાર અને રવિવાર દરમિયાન રાજાના દિવસોમાં લોકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો અને વેરાવળ કોડીનાર નેશનલ હાઈવે પર સોમનાથ શંખ સર્કલ પાસેથી હિરણનદી ના પુલ સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી.પાર્કિંગ માટે જગ્યા ખૂટી પડતાં મેળાની પાછળ ત્રિવેણી રોડ પર ડીવાઈડર પર હજારો લોકોએ ગાડી પાર્ક કરી હતી.પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.જેના લીધે તાત્કાલિક જ્યાં ટ્રાફિક સર્જાય તે કલિયર થઈ શક્યું હતું.