ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.2
ઉના તાલુકાના રહેવાસી રોહિત ઉર્ફે નાનો રોહિત ડાયાભાઈ વાજા, રોહિત ઉર્ફે મોટો રોહિત મોહનભાઈ વાજા,વિજયભાઈ રામશીભાઈ ચુડાસમા, રણજી ઉર્ફે કોટવાર નાનુભાઈ પામક,જગદીશ ઉર્ફે ટીકુ હમીરભાઈ બાંભણીયા નામના ઈશમો દ્વારા તેઓના સહઆરોપી સાથે મળીને ભારતીય બનાવટીનો વિપુલ પ્રમાણમાં રૂ. 11,05,125/- નો પ્રોહીબીશનનો મુદ્દામાલને હેરફેર કરવાની પ્રવૃતિમાં પકડાયેલા. જે અંગેની નવાબંદર મરીન પો. સ્ટે.માં તેઓ વિરુદ્ધ એફ.આઈ.આર. પણ નોંધાયેલ હતી.આ ઈશમો ભવિષ્યમાં પણ આવી ગુન્હાહિત પ્રવૃત્તિ ચાલુ રાખીને જાહેર વ્યવસ્થાની જાળવણીમાં બાધારૂપ થવાના તેમજ તેની આવી ગેરકાયદેસરની પ્રવુત્તિથી લોકોના જાહેર સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસર પહોંચતી હોય તેવા કારણો જણાતા તેને આવા જાહેર સુલેહશાંતી વિરુદ્ધનાં કૃત્યો કરતો અટકાવવા ગીર સોમનાથ જિલ્લા મેજિસ્ટ્રેટે તા.1/1/ 2026ના રોજ પાસા ધારા તળે અટકાયત કરવા હુકમ કરતા તમામ આરોપીઓને અમદાવાદ, સુરત, વડોદરા અને ભુજ ખાતે આવેલ જેલના હવાલે કરવામાં આવેલ હતા.



