ગાંધીનગર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની ઓળખ આપી 55-55 હજાર પડાવ્યા
રાજકોટના યુવાને ગાંધીગ્રામ પોલીસ મથકમાં ડોક્ટર સામે નોંધાવી ફરિયાદ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.31
રાજકોટમાં વધતી જતી ગુનાખોરી વચ્ચે વધુ એક છેતરપિંડીની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે જેમાં રાજકોટ ગાંધીનગર મુખ્ય જિલ્લા આરોપી અધિકારીની ઓળખ આપી રાજકોટ એઇમ્સમાં નર્સિંગની નોકરી અપાવી દેવાની લાલચ આપી 10 લોકો પાસેથી 55-55 હજાર રૂપિયા પડાવી લઈ ફોન બંધ કરી દેતા 5.50 લાખની ઠગાઇ અંગે ફરિયાદ નોંધાઈ છે.
મૂળ કોડીનારનો અને હાલ રાજકોટના રેલનગરમાં રહી ખાનગી હોસ્પિટલમાં નર્સિંગ તરીકે નોકરી કરતાં હરેશ બાબુભાઇ સવનીયાએ ડોક્ટર જતન ધોળકિયા સામે 5.50 લાખની છેતરપિંડી અંગે ગાંધીગ્રામ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત 5 ડિસેમ્બર 2022ના રોજ ડોક્ટર વિશ્વાસ પટેલના ઇંસ્ટાગ્રામમાથી મેસેજ આવેલ કે તમે નર્સિંગનું કમ કરો છો જો તમારે એઇમ્સમાં નર્સિંગમાં નોકરી કરવી હોય તો ડોક્ટર જતન ધોળકિયાને ફોન કરજો તેવું કહેતા મે સાંજે ડોક્ટર જતનને ફોન કરતાં તેણે ગાંધીનગરથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની ઓળખ આપી એઇમ્સમાં નર્સિંગની 10 જગ્યા બ્લેક જોઇનિંગથી ભરવાની છે તેમ કહી 2 લાખ થશે તેવું કહ્યું હતું
જેમાં 55 હજાર એડવાંન્સ અને બાકીના નોકરી મળ્યા પછી આપવાનું કહેતા પોતે નોકરી માટે મંજૂરી દર્શાવી હતી બાદમાં 6 ડિસેમ્બરએ 55 હજાર ટ્રાન્સફર કરતાં મેલમાં નોકરીના કનફોર્મેશનનો લેટર પીડીએફમાં આવ્યો હતો બાદમાં 17 જાન્યુઆરી 2023ના જોઇનિંગ લેટર મેલમાં આવ્યો હતો જેમા 24 તારીખે હાજર થવાનું લખ્યું હતું બાદમાં ડોક્ટરએ અન્ય કોઈને નોકરી જોઈતી હોય તો કહેજો તેમ કહેતા મે મારા મિત્રો ફયાઝ અહમદ મહમદઅબાસ મુનશી, મનદીપ ભગવાનજી મહેતા, ઝખનાબેન ગોંડલીયા, અમીબેન હિતેશભાઈ કલોલીયા, વિશાલ મકવાણા, ઈર્શાદ કાદરી, મોહસીન કાદરી, મુસ્કાન હનિફભાઈ મીરજા અને અહેમદ રઝા પઠાણને વાત કરતાં તે બધા પણ સહમત થતાં હતા અને 55-55 હજાર આપ્યા હતા બાદમાં નોકરી માટે સતત ફોન કરતાં તેનો ફોન સ્વિચ ઓફ આવતો હોય તપાસ કરતાં વિશ્વાસ પટેલ અને જતન બંને એક જ હોવાનું જાણવા મળ્યું હતું જેથી બધાના 5,50,000 લાખની ઠગાઇ થઈ હોવાનું જાણવા મળતા ફરિયાદ નોંધાવી હતી.