ભાજપ પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ગજાનન આશ્રમ માલસરના ગુરુજી વિજયભાઈ જોશીની ખાસ ઉપસ્થિતિ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ભૂદેવ સેવા સમિતિના ઉપક્રમે સમસ્ત બ્રહ્મસમાજના દીકરા-દીકરીઓના વેવિશાળ માટે તાજેતરમાં હેમુ ગઢવી હોલ ખાતે ભવ્ય યુવક-યુવતી પરિચય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.આ હાઈટેક પસંદગી સંમેલનમાં સૌરાષ્ટ્ર-કચ્છ તથા ગુજરાત તેમજ દેશ-વિદેશથી લગ્ન ઈચ્છુક ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. આ મેગા હાઈટેક પરિચય સંમેલનમાં ભૂદેવ સેવા સમિતિ દ્વારા એકદમ તલસ્પર્શી વર્ગીકરણ કરી અને ઉમેદવારોને ગ્રેજ્યુએટ, અન્ડર ગ્રેજ્યુએટ, ઉંમર તથા અન્ય માહિતીના આધારે વર્ગીકૃત કરવામાં આવ્યા હતા.
- Advertisement -
આ કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય શાસ્ત્રીજી પ્રશાંતભાઈ ત્રિવેદી, મોહિતભાઈ પુરોહીત, દિલીપ રાવલ દ્વારા વૈદિક મંત્રોચ્ચારના ઉચ્ચારણ સાથે શુભ શરૂઆત કરવામાં આવેલી હતી અને કાર્યક્રમમાં સૌ પ્રથમ યુવક-યુવતી પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. જેમાં સર્વે ભૂદેવ સેવા સમિતિના સંસ્થાપક તેજસભાઈ ત્રિવેદી, ગજાનન આશ્રમ માલસરના વિજયભાઈ જોશી, નીતિનભાઈ ભારદ્વાજ, ડો. દર્શિતાબેન શાહ, મુકેશભાઈ દોશી, નયનાબેન પેઢડીયા, મનિષભાઈ રાડીયા, નીલુબેન જાદવ, સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ દર્શીતભાઈ જાની, ભૂદેવ સેવા સમિતિના મહિલા પાંખના નેહલબેન ત્રિવેદી, પુનમબેન પંડ્યા, જીજ્ઞાબેન ઠાકર, સ્મૃતિબેન પંડ્યા, ઔદિચ્ય ઝાલાવડ સત્તર તાલુકા બ્રહ્મસમાજના પ્રમુખ કમલેશભાઈ જોષી, બાજ ખેડાવાળ બ્રહ્મસમાજના પ્રમુખ જનકભાઈ દવે, પરશુરામ જન્મોત્સવ સમિતિના રાજાભાઈ ભટ્ટ, સ્વયંભૂ બ્રહ્મસેવકના પ્રમુખ વિરલભાઈ ભારદ્વાજ, રાજગોર બ્રહ્મસમાજના કેતનભાઈ બોરીસાગર, ગૌતમભાઈ દવે, દિલીપભાઈ જાની તથા વિક્કીભાઈ ઠાકર દ્વારા બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું.
આ યુવક-યુવતી પરિચય સંમેલનમાં ભૂદેવ સેવા સમિતિ દ્વારા રાજકોટમાં છેલ્લા ત્રીસ વર્ષથી સેવાના સારથી બની નિ:સ્વાર્થ સમાજ સેવા કરતાં કાર્યકરોને ખાસ પરશુરામ એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.